ગેહલોત-પાઇલોટ વચ્ચે સત્તાની ખેંચતાણની અસર ‘ભારત જોડો યાત્રા’ પર નહીં પડે
રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાઇલોટ વચ્ચે ખૂલંખૂલ્લા વિવાદ ચાલી રહ્યો છે, બંને એકબીજાની સામે બાંયો ચડાવવાની એક પણ તક છોડતા નથી. ગત સોમવારે રાહુલ ગાંધીએ આ બાબતે એવી ટકોર કરી કે ગેહલોત અને પાઇલોટ બંને કોંગ્રેસની સંપતિ છે. ‘ભારત જોડો યાત્રા’ દરમિયાન જ્યારે રાહુલને આ બાબતે પ્રશ્ર્ન પૂછાયો ત્યારે તેમણે એવું સ્પષ્ટ જણાવ્યું કે આ બંને એટલે કે અશોક ગેહલોત અને સચિન પાઇલોટ કોંગ્રેસની સંપતિ છે. 2017ની ચૂંટણીમાં સચિન પાઇલોટ મહત્વની સફળતા મેળવવામાં મદદરૂપ થયા હતા.