દંપતિને બચાવવા વચ્ચે પડેલા યુવાનને માર મારી ચારેય શખ્સોએ સોનાનો ચેન લુંંટી લીધો
બોટાદના બસ સ્ટેશન પાસે પતિની નજર સામે જ ચાર લુખ્ખાઓએ છેડતી કરી દંપતિને જાહેરમાં પાઇપથી મારતા હોવાથી બચાવવા વચ્ચે પડેલા યુવાનને પણ માર મારી સોનાના ચેનની લુંટ ચલાવ્યાની પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ બોટાદના સાળંગપુર રોડ પર નવધણનગરમાં રહેતા પ્રિતેશ મુકેશભાઇ ચાવડાએ રિક્ષા ચાલક રવિ આલગોતર, હિરેન ઉર્ફે ભોલુ હિંમત મકવાણા અને બે અજાણ્યા શખ્સો સામે સગર્ભાની છેડતી કરી દંપતિ સહિત ત્રણેયને પાઇપથી માર મારી સોનાના ચેનની લુંટ ચલાવ્યાની પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે.
મહંમદ અખ્તર સૈયદ તેની પત્ની અમદાવાદથી બોટાદ બસમાં આવી ત્યારે તેણીને તેડવા ગયો ત્યારે બોટાદ બસ સ્ટેશન પાસે રીક્ષા ચાલક રવિ આમગલર અને હિરેન ઉર્ફે ભોલુ સહિતના શખ્સો છેડતી કરતા હતા અને ચુંદડી ખેંચી પજવણી કરતા તેને ઠપકો દેતા ચારેય શખ્સોએ દંપતિને પાઇપથી માર માર્યો હતો.
આથી મહંમદ અખ્તર સૈયદ તેની પત્ની સાથે ત્યાંથી ભાગી રીક્ષામાં આગમન હોસ્પિટલ તરફ ભાગી ગયા હતા અને પોતાના મિત્ર િ5્રતેશ ચાવડાને જાણ કરતા તે બાઇક પર મહંમદ અખ્તરને બચાવવા આગમન હોસ્પિટલ ગયો ત્યારે તેના પર પણ ચારેય શખ્સોએ પાઇપથી હુમલો કરી સોનાનો ચેન લુંટ જ્ઞાતિ અંગે અપમાનીત કર્યાનું ફરીયાદમાં જણાવ્યું હતું.
ઘવાયેલા પ્રિતેશ ચાવડા તેના મિત્ર મહંમદ અખ્તર સૈયદ અને તેની પત્નીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોલીસે રવિ વિજય આલગોતર, હિરેન ઉર્ફે ભોલુ મકવાણા સહિત ચારેય સામે લુંટનો ગુનો નોંધી ડીવાયએસપી મહર્ષિ રાવલ અને પીએસઆઇ એમ.બી. બારૈયા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.