પાલિકા દ્વારા સીલ કરાયેલા કોમ્પ્લેક્ષનાં વિરોધમાં ઉપવાસ પર બેઠેલા શખ્સોનું કારસ્તાન
બોટાદનાં શિબાજીનગરમાં રહેતા અને બોટાદ નગરપાલિકાનાં પ્રમુખ તરીકે સેવા આપતા પ્રૌઢને ઉપવાસ પર બેઠેલા ત્રણ શખ્સોએ ખોટી ફરિયાદમાં ફીટ કરી દેવાની ધમકી આપી રૂ.૨.૫૦ લાખની ખંડણી માંગ્યાની ફરિયાદ બોટાદ પોલીસમાં નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
બનાવ અંગેની વિગત મુજબ બોટાદમાં પાંચવડા શિબાજીનગરમાં રહેતા અને બોટાદ નગરપાલિકામાં પ્રમુખ તરીકે સેવા આપતા જેસીંગભાઈ ગાંડાભાઈ લકુમ (ઉ.વ.૫૯) નામના સતવારા પ્રૌઢએ બોટાદનાં દયાલ વાઘજી વાંઝા, જેઠા દેહા ચાવડા અને વિપુલ ગઢવી સામે ફરિયાદ નોંધાવી છે કે બોટાદ નગરપાલિકા દ્વારા વિપુલ ગઢવીનાં કોમ્પ્લેક્ષમાં શીલ લગાવ્યા હોય અને વિપુલ ગઢવીનાં બીજા કોમ્પ્લેક્ષમાં પણ સીલ મારવાના બાકી હોય ત્યારે દયાળ વાઘજી વાંજા તથા જેઠા દેહા ચાવડાએ બોટાદ નગરપાલિકા ખાતે ઉપવાસ ઉપર બેઠા હોય જે બાબતનો ખાર રાખી દયાળ વાંજા, જેઠા ચાવડા અને વિપુલ ગઢવી સહિતનાં ત્રણેય શખ્સોએ એટ્રોસીટીનો ખોટો કેસ કરવાની ધમકી આપી રૂ.૨,૫૦,૦૦૦ની માંગણી કરી જાનથી મારી નાખવાની નગરપાલિકાનાં પ્રમુખને ધમકી આપતા બોટાદ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીઆઈ આર.બી.કરમટીયાએ પ્રાથમિક તપાસ હાથધરી છે.