વડાપ્રધાન મોદીના બોટાદમાં કાર્યક્રમ પૂર્વે ૧૧ પાટીદારોની અટકાયત કરી લાકડીથી મારમાર્યાનો આક્ષેપ: અનિચ્છનીય બનાવ ન બને તે માટે એસ.ટી.બસ સેવા બંધ કરાઈ
પાટીદારોની મળેલી મિટિંગમાં કલેકટર અને ધારાસભ્યને આવેદન આપી, હાઈકોર્ટમાં દાદ માગવા લેવાયો નિર્ણય.
બોટાદ નવઘણ અલગોતર દ્વારા બોટાદ ખાત સૌની યોજનાનું લોકાર્પણ કરવા વડાપ્રધાન મોદી આવવાના હોવાથી પોલીસે પૂર્વ તૈયારીના ભાગ‚પે ૧૧ પાટીદારોની ધરપકડ કરી ઢોર મારમારવાના ગુનામાં બોટાદના બે ફોજદાર સહિત છ પોલીસમેને સામે નોંધાવેલી ફરિયાદ હતી.
બાદ ગઈકાલે પાટીદાર સમાજની મળેલી બેઠકમાં પાટીદાર સમાજ એકઠો થઈ તા.૨૦મીએ કલેકટર અને ધારાસભ્યને આવેદન પત્ર પાઠવવામાં આવશે. તંત્ર દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બોટાદના પાટીદાર પ્રભુત્વવાળા વિસ્તારમાં એસ.ટી.બસ સેવા બંધ રાખવામાં આવી છે.
બોટાદમાં વડાપ્રધાન મોદીના આગમન પૂર્વે પાસના કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમની ઉપર લાઠી ચાર્જ કરવામાં આવ્યો હતો. જેથી તમામ પાસના કાર્યકરોને બોટાદની સોનાવાલા હોસ્પિટલ ખાત સારવાર અર્થે તા.૧૭/૪/૧૭ના રોજ ખસેડવામાં આવેલા હતા. જયાં હોસ્પિટલ ખાતે પાટીદાર સમાજના આગેવાનો તેમજ હાર્દિક પટેલ અને રેશ્મા પટેલ, દિલીપભાઈ સહિતના આગેવાનો દોડી આવ્યા હતા અને આ ઘટનાને વખોડી કાઢી કાયદેસરની કાર્યવાહી પોલીસ વિરુઘ્ધ કરવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી હતી. જયારે આજે બોટાદની ભાવનગર રોડ પર આવેલ પાટીદાર રેસીડેન્સી ખાતે પાટીદારની મીટીંગ બોલાવવામાં આવી હતી. જેમાં હજારોની સંખ્યામાં પાટીદાર સમાજના આગેવાનોએ પાટીદારોને ઢોર માર મારવામાં આવેલ ઘટનાને વખોડી કાઢી હતી અને પોલીસે બે અધિકારી અને ૬ કોન્સ્ટેબલ વિરુઘ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને જો અમારી માંગણી નહી સંતોષવામાં આવે તો અમો હાઈકોર્ટના દ્વાર ખખડાવશું અને આગામી ૨૦૧૪-૧૭ના રોજ પોલીસ અધિકારીઓ વિરુઘ્ધ કલેકટર અને ધારાસભ્યને મોટી સંખ્યામાં ભેગા મળી આવેદનપત્ર પાઠવવામાં આવશે અને બોટાદ પોલીસ મથકમાં પી.એસ.આઈ જે.જે.જાડેજા અને પીએસઆઈ વી.ડી.ધોરેડા અને અન્ય ૬ કોન્સ્ટેબલ વિરુઘ્ધ બોટાદ પોલીસ મથકમાં મારમારવાના અનુસંધાને ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. બેઠકમાં પાટીદાર સમાજના લોકો એકઠા થયેલા તેના પગલે તંત્ર દ્વારા બોટાદના પાટીદાર પ્રભુત્વવાળા વિસ્તારમાં એસ.ટી.બસ સેવા બંધ કરી કોઈ અનિચ્છનીય બનાવ ન બંને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.