ફરીયાદની પતાવટ કરવા રકમ માંગતા ફોજદાર અને કોન્સ્ટેબલ એ.સી.બી.ના સકંજામાં સપડાયા

ભાવનગર જીલ્લાની બોટાદ પોલીસ મથકમાં જ છટકું ગોઠવીને રોકડ રૂ ૨૦ હજારની રકમ સ્વીકારતા પીએસઆઇ વસોયા તથા કોન્સ્ટેબલ હસમુખભાઇ પરમારને રવિવારના રોજ પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ બોટાદ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી કે, ફરીયાદીએ તેની આઇશર ગાડી ગામના જ કોઇ ભોળાભાઇ નામની વ્યકિતને વેચાણથી આપી હતી. જો કે સદર ફરીયાદીએ ગાડીની ખરીદી કરનાર ભોળાભાઇને તેની ગાડીના હપ્તા ભરી દેવાની વારંવાર સુચના આપી હતી. છતાં પણ હપ્તા નહી ભરાતાં ફરીયાદીએ ગાડી પાછી આપવાનું કહ્યું હતું. તેમ છતાંય આરોપી ભોળાભાઇએ ફરીયાદીને તેમની આઇશર ગાડી પાછી આપી ન હતી અને લોનના હપ્તા ભર્યા ન હતા.

જેથી ફરીયાદીએ ભાવનગર એસીબી ઓફીસે પહોંચી જઇ આરોપી વિરુઘ્ધ  ફરીયાદ નોંધાવી હતી. જેના પગલે ભાવનગર એસીબી પીઆઇ ચૌહાણ, સતીષભાઇ ચૌહાણ સહીતના સ્ટાફે બોટાદ પોલીસસ્ટેશનમાં જ ધામા નાખ્યા હતા. જયાં એસીબીએ છટકું ગોઠવી બોટાદ પોલીસ સ્ટેશનના પીએસઆઇ વી.બી.વસોયા તથા કો. હસમુખભાઇ પરમારને અરજદાર પાસેથી રંગેહાથ રોડક રૂ ૨૦ હજારની રકમની લાંચ સ્વીકારતા બન્ને જણાને દબોચી લીધા હતા.

આ લાંચ કેસમાં વધુ ત્રણેય પોલીસ કર્મચારીના નામ ખુલતાં તમામની સામે પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવનાર હોવાનું વિશ્વસનીય વર્તુળોમાંથી જાણવા મળયું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.