8 ઉપપ્રમુખ, ત્રણ મહામંત્રી, છ મંત્રી, કોષાધ્યક્ષ અને કાર્યાલય મંત્રીની નિમણુંક કરતા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ
બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ દ્વારા 19 હોદેદારોનું નવુ સંગઠન માળખું જાહેર કરવામા આવ્યા છે. જેમા 8 ઉપપ્રમુખ, ત્રણ મહામંત્રી, છ મંત્રી, કોષાધ્યક્ષ અને કાર્યાલય મંત્રીની નિમણુંક કરવામાં આવી છે.
બોટાદ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ તરીકે પ્રકાશભાઈ સાંકળીયા, પ્રદીપભાઈ ગોવાળીયા, પ્રભાતસંગ રાઠોડ, ભોળાભાઈ રબારી, વિનુભાઈ સોલંકી, નીતાબેન લખાણી, હરેશભાઈ જાંબુકીયા અને અલ્પાબા ચુડાસમાની જિલ્લા ભાજપ મહામંત્રી તરીકે જામસંગભાઈ પરમાર, ભુપતભાઈ મેર અને રસિકભાઈ ભુંગાણી, મંત્રી તરીકે જયરાજભાઈ પટગીર, પ્રકાશભાઈ સોનાગરા, હિંમતભાઈ મેર,મનિષાબેન પંડયા, શારદાબેન બારૈયા અને ધર્મિષ્ઠાબેન જોટાણીયા, કોષાધ્યક્ષ તરીકે અલ્પેશભાઈ પનારા અને મૂકેશભાઈ જોટાણીયાની વરણી કરવામાં આવી છે.