ઘર નજીક બાઇક હટાવવા પ્રશ્ર્ને બે-ભાઇ પર મહિલા સહિત પાંચ શખ્સોએ હુમલામાં યુવકનું મોત નિપજતા બનાવ હત્યા પલ્ટાયો
શહેરના નવલનગરમાં નજીવી બાબતે બે પરિવાર વચ્ચે ખેલાયેલા ધિંગાણામાં ઘવાયેલા ભરવાડ યુવકનું સારવાર દરમ્યાન મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો આ ગુનામાં ૧પ દિવસથી નાસતા ફરતા બે આહિર શખ્સોને ક્રાઇમ બ્રાંચના સ્ટાફે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના નવલનગર શેરી નંબર ૩/૧૮ ના ખુણે રહેતા લખમણ સુરેશ મેવાડા અને તેના ભાઇ મારુતિ મેવાડા પર પાડોશમાં રહેતા નામચીન શખ્સ કાનો ઉર્ફે લાલો ડાયા બોરીચા, સંજય ડાયા બોરીચા, ડાયા બોરીચા હંસાબેન ડાયા બોરીચા અને નાગજી વરુ નામના શખ્સોએ છરથી બન્ને ભાઇઓ પણ તૂટી પયા હતા.
લખમણ મેવાડાના ઘરે પાસે નામચીન શખ્સ કાના બોરીચાએ પોતાનું બાઇક આડુ રાખ્યું હોય અને બાઇક હટાવવા પ્રશ્ર્ને હુમલો કર્યો હતો.
આ હુમલામાં ગંભીરરીતે ઘવાયેલા મારુતી ભરવાડનું સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો.
આ બનાવમાં મહીલા સહીત ત્રણની ધરપકડ કરી હતી જયાર કાનજી બોરીચા અને તેના ભાઇ સંજય બોરીચા નાશતા ફરતા હોય તેને ઝડપી લેવા ક્રાઇમ બ્રાંચના સ્ટાફે બન્ને ભાઇને ઝડપી લીધા હતા.
ડી.સી.બી. પો. સ્ટે. ના પોલીસ ઇન્સ્પે. એચ.એમ. ગઢવી, પો.સબ ઇન્સપે. કાનમીયા, એચ.બી. ધાંધલ્યા, માલવીયા નગર સ્ટે. પો. સબ. ઇન્સ યુ.પી. જોગરાણા, ડી.સી.બી સ્ટાફ જગમાલભાઇ ખટાણા, મયુરભાઇ પટેલ, સંતોષભાઇ મોરી, જયસુખભાઇ હુંબલ, સામતભાઇ ગઢવી, યોગીરાજસિંહ જાડેજા, સંજયભાઇ કુમારખાણીયા, મા.નગર પો.સ્ટે.નાસ્ટાફ ઇન્દ્રજીસિંહ ગોહિલ, મયુરસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, સહીતના સ્ટાફે કામગીરી બજાવી હતી.