ભારતે સુરક્ષાના કારણોસર અજમેર માટે ૫૦૦ પાકિસ્તાનીઓને રોકતા વિરોધ પ્રદર્શન
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા રાજનૈતિક તણાવની વચ્ચે ઈસ્લામાબાદમાં ૫૦૦થી વધુ યાત્રાળુઓએ વિરોધ પ્રદર્શન કર્યા હતા. રિપોર્ટના આધારે તેઓ અજમેર શરીફ જવા માંગતા હતા પરંતુ ભારતે વર્તમાન સમયની પરિસ્થિતિઓ અને સુરક્ષાના પ્રાવધાનોને ધ્યાનમાં લઈ વિઝા ન આપ્યા હોવાને કારણે ધર્મભાવિકોએ પ્રદર્શન કર્યા હતા. જોકે આ પ્રકારની સ્થિતિ આ પૂર્વ પણ સર્જાઈ હતી. જયારે બન્ને દેશોમાં ચાલી રહેલા તણાવને કારણે વિઝા આપવામાં આવ્યા ન હતા.
જોકે બીજી તરફ કહેવાઈ રહ્યું છે કે પાકિસ્તાનની તરફથી બોર્ડર પર થઈ રહેલા ગોળીબારનો મામલો સામે આવતા ભારતે વિઝા માટે વિચારવું પડી રહ્યું છે. પાકિસ્તાનના અધિકારીઓનું કહેવું છે કે ખ્વાજા મોઈન્દીન ચિશ્તી અજમેર શરીફ ન પહોંચી શકવાની વાતથી નારાજ છે. આ પૂર્વ પણ જાન્યુઆરી મહિનામાં વીઝા ન મળતા ૧૯૨ પાકિસ્તાનીઓ અજમેર શરીફ પહોંચી શકયા ન હતા.
ભારતે પાકિસ્તાનમાં તૈનાત રાજનૈતિકોને ધમકાવવાના પ્રયાસમાં ઈસ્લામાબાદના લોકોને નોટ વર્બેલ જાહેર કર્યા હતા. જોકે પાકિસ્તાનમાં ભારતના દેવી હિંગળાજ માતાનો પણ ગઢ છે. જયારે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ રાજનૈતિક વિવાદો ચાલી રહ્યા છે. એવામાં ધાર્મિક વિવાદો પણ છવાઈ શકાય છે. જેમ ભારત પાકિસ્તાનીઓને અજમેર પ્રવેશવા પર પ્રતિબંધ રાખે છે તેમ પાકિસ્તાન પણ હિંગળાજ માતાના ગઢે પ્રવેશ કરવા પર ભારતીયોની પાબંધી લગાવી શકે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,