દેશમાં કેટલીકસામાજીક સંસ્થા દ્વારા લોકોને ઉપયોગી થાય અને જરૂરિયાતમંદ લોકોને મદદ મળે તે હેતુથી કામ કરે છે. ત્યારે રોટરી ક્લબ અને ઇનરવ્હીલ ક્લબ પણ વિશ્વ લેવલે આ કાર્યમાં કાર્યરત છે. આવાસદ્કાયઁનાહેતુથી ધ્રાંગધ્રા રોટરી અને ઇનરવ્હીલ કલબ દ્વારા આજે બસ સ્ટેન્ડ પાસે આવેલ સરકારી સ્કૂલ નંબર 10માઅભ્યાસકરતા (૧૭૨)બાળકોને બુટ-મોજાનું વિતરણ કરવામાં આવ્યુહતુ સાથે (૬૦) જરુરીયાતમંદ બાળકોને ગરમસ્વેટર પણ આપવામાં આવ્યાહતા.
જરુરીયાતમંદ લોકોની મદદ કરવી આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ છે. આ કાર્યક્રમમાં રોટરીક્લબ પ્રમુખ કિરીટભાઈ રાણપુરા તેમજ રોટરી ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.સાથે ઇનરવ્હીલ કલબ ના પ્રમુખ હર્ષાબેન રાણપુરા અને તેના સભ્યો પણહાજર રહ્યા હતા. કાર્યક્રમમાં બાળકો દ્વારા સ્વાગત ગીત રજુ કરવામાં આવેલ સાથે અન્ય કાર્યક્રમ પણ યોજાયેલ કાર્યક્રમ ભાગ લેનારસ્કુલના બાળકો ને રોકડ પુરસ્કાર પણ કલબ દ્વારા આપવામાં આવેલ. આ કાર્યક્રમમાં સ્કુલમાઅભ્યાસકરતા બાળકો અને પ્રિન્સિપાલ તેમજ શિક્ષકો હાજર રહ્યા હતા. તેઓએપણ કલબના સભ્યોનો આભાર માન્યો હતો.