પોલીસને બગાસુ ખાતા મળ્યું પતાસુ
દારૂની 71 બોટલ દારૂ સાથે પકડાયા બાદ પોલીસને ખોટુ નામ-સરનામુ બતાવી ચકરાવે ચડાવ્યા બાદ પેરોલ જંપ કર્યાનું ખુલ્યું
કોઠારિયા વિસ્તારના રિધ્ધી સિધ્ધી સોસાયટી પાછળ નિલકંઠ પાર્કમાંઓથી 71 બોટલ વિદેશી દારૂ સાથે ઝડપાયેલો શખ્સે પોતાનું ખોટુ નામ-સરનામું પોલીસમાં જાહેર કર્યા બાદ પોલીસ દ્વારા કરાયેલી ઉંડી તપાસમાં ખૂનની કોશિષ ગેંગ રેપ અને છેડતી સહિત પાંચ જેટલા ગંભીર ગુનામાં જેલ હવાલે થયા બાદ એકાદ વર્ષ પહેલાં પેરોલ મેળવી વોન્ટેડ થયાનું બહાર આવતા આજી ડેમ પોલીસને બગાસુ ખાતા પતાસુ મળ્યું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ ગોંડલ તાલુકાના કોલીથડ ગામના વતની ઉમેદ પ્રકાશ મકવાણા નામના શખ્સ ગઇકાલે સાંઢીયા પુલ પાસેથી રૂા.31 હજારની કિંમતની 71 બોટલ વિદેશી દારૂ સાથે સ્વીફટકારમાં પસાર થતા આજી ડેમ પોલીસ મથકના પી.આઇ. વી.જે.ચાવડા અને પીએસઆઇ જે.કે.ગઢવી સહિતના સ્ટાફે ઝડપી ઉર્ફે ઉમલો મંગા પરમાર હોવાનું અને વિનોદનગરમાં પરેઓશભાઇ લવજીભાઇ રામાણીના મકાનમાં ભાડે રહેતો હોવાનું જણાવ્યું હતું.
દારૂ સાથે ઝડપાયેલો શખ્સ કંઇ છુપાવી રહ્યો હોવાની શંકા સાથે પોલીસ દ્વારા કરાયેલી પૂછપરછમાં પોતાનું નામ ઉમેશ પરમાર નહી ઉમેદ મકવાણા હોવાનું તેમજ તે ગોંડલ તાલુકાના કોલીથડ ગામનો વતની હોવાનું જણાવતા ઉમેદ મકવાણાની ગુજ કોપ પોકેટ એપની મદદથી તપાસ કરતા તેની સામે ગોંડલ તાલુકામાં ખૂનની કોશિષ, બળાત્કાર, ગેંગ રેપ અને છેડતી કરવાના ગુનામાં સંડોવાયો હોવાનું બહાર આવ્યું હતુ તેમજ રાજકોટ મધ્યસ્થ જેલમાંથી તા.17-4-21ના રોજ ત્રણ દિવસના પેરોલ મેળવી ફરી જેલમાં હાજર ન થઇ ફરાર થઇ ગયાનું બહાર આવ્યું છે.