કોડીનારમાં દારૂનો ખુલ્લેઆમ વેપલો ચલાવતા બુટલેગરને ત્યાં પોલીસ રેડ કરવા જતા બુટલેગર અને તેના પરિવાર દ્વારા પોલીસ પાટીની પી.સી.આર વાન પર પથ્થરમારો કરી જીવલેણ હુમલો કરતા પી.આઇ. સહિત ત્રણ પોલીસ જવાનને ઇજા પોહચતાં ચકચાર મચી જવા પામી હતી.જેથી તમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

દેશી દારૂનો દરોડો પાડવા ગયેલી ટીમની પીસીઆર

વાન પર કુમળો કરી કાચ તોડી નાખ્યા : ડ્રાઈવરને માથામાં ગંભીર ઈજા

પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર કોડીનારમાં આવેલ જીન પ્લોટ સરગમ ચોક સ્થિત વિસ્તા2માં દેશી દારૂના ધંધા સાથે સંકળાયેલ મુળજી અને રમેશ દેશી દારૂ નો ધંધો કરતા હોય આ કુખ્યાત શખ્સ દ્વારા ગઈકાલે હેડ કોન્સ્ટેબલ ની ફરજમાં રૂકાવટ કરેલ તે ફરિયાદની તપાસ અર્થે કોડીનાર પોલીસે ગઈકાલના સાંજના સમયે રેડ કરવા જતા કુખ્યાત બુટલેગર તથા તેમના પરિવારે કોડીનાર પોલીસ ઉપર પથ્થરમારો કરી જીવલેણ હુમલો કરતા આ હુમલામાં પી.આઇ. આર. એ. ભોજાણી સહિત બે પોલીસ કોન્સ્ટેબલને ઇજા પહોંચાડી હતી.

જેમાં પોલીસ ડ્રાઈવર શૈલષભાઈ વાળા ને માથામાં ગંભીર ઇજા થતાં હોસ્પિટલમાં સારવારમાં ખસેડ્યા હતા.તેમજ પોલીસ પી.સી.આર. વેન ઉપર હુમલો કરી ગાડીના કાચ તોડી નુકશાન કરવામાં આવ્યું હતું. કોડીનારમાં દારૂના દૂષણ સામે ઉઠેલી વ્યાપક ફરિયાદોને અનુલક્ષીને કોડીનારના નવા નિમાયેલા પી.આઇ. આર. એ. ભોજાણી દ્વારા છેલ્લા 15 દિવસથી કોડીનાર તાલુકામાં દારૂના ધંધાથીઓ ઉપર ધોસ બોલાવવામાં આવી રહી છે. જેથી દેશી દારૂનો અડ્ડો જમાવીને બેઠેલા શખ્સની ત્યાં રેડ પાડવા જતા કુખ્યાત બુટલેગરે તેમના પરિવાર સાથે મળી કોડીનાર પોલીસ પાટી ઉપર પથ્થરમારો જીવલેણ હુમલો કરતા ચકચાર મચી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.