સુરેન્દ્રનગર જીલ્લા પોલીસવડા ની સુચનાથી આવનાર ચુંટણીને ધ્યાને લઈ જીલ્લામાંથી ઈંગ્લીશ દારૂ અને જુગાર જેવી અસામાજીક પ્રવૃત્તિઓ નાબુદ કરવા તેમજ જીલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઈવે સહિતના રસ્તાઓ પરથી ઈંગ્લીશ દારૂની હેરાફેરી અને કટીંગના બનાવો અટકાવવા ધ્રાંગધ્રા ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ બજાણા પોલીસે હાઈવે પર પેટ્રોલીંગ હાથધર્યું હતું. જે દરમ્યાન સવલાસથી બજાણા ગામ તરફ આવતાં એક પીકઅપ ગાડી શંકાસ્પદ હાલતમાં પસાર થતાં તેને રોકવાનો પ્રયાસો કરતાં ગાડીના ચાલકે ગાડી પોલીસને જોઈ માલવમણ તરફ ભગાડી મુકી હતી આથી પોલીસે પીકઅપ ગાડીનો પીછો કરતાં ચાલતાં બજાણા ફાટક પાસે એક ખેતરની બાજુમાં ચાલુ હાલતમાં ગાડી મુકી નાસી છુટયો હતો. જ્યારે ગાડીમાંથી તલાસી લેતાં ઈંગ્લીશ દારૂની બોટલો નંગ-૩૦૦ કિંમત રૂા.૧,૧૨,૫૦૦ તથા પીકઅપ ગાડી કિંમત રૂા.૨,૦૦, ૦૦૦ મળી કુલ રૂા.૩,૧૨,૫૦૦નો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
આગળ બૂટલેગર…પાછળ પોલીસ…સુરેન્દ્રનગરના રસ્તા પર સર્જાયા ફિલ્મી દ્રશ્યો
Previous Articleશેરબજારમાં પાંચ વાગ્યા સુધી પડશે સોદા: NSEમાં ટેક્નિકલ ક્ષતિ દૂર થતાં ટ્રેડિંગ માટે સમય વધારાયો
Next Article પેપર ખોલાવીને યુનિવર્સિટી નેકના ‘માર્કસ’ મેળવી શકશે?