વેકસીનની અસરકારકતા છ માસમાં જ પૂર્ણ થઈ જાય છે : સર્વે

અબતક, નવીદિલ્હી

કોરોના બાદ જે રીતે સરકાર દ્વારા વેકસીનેસન ડ્રાઈવ ચલાવવામાં આવી તેને ધ્યાને લઇ વાંક માં ઘણો ખરો ઘટાડો થયો છે. ત્યારે વોશિંગ્ટન ખાતે જે સર્વે હાથ ધરવામાં આવ્યો તેમાં એ વાત સ્પષ્ટ થઇ છે કે જે લોકોએ રસી લીધેલી છે તેમનામાં મૃત્યુનું પ્રમાણ ઘટ્યું છે. ત્યારે વોશિંગ્ટન ખાતે જે સર્વે હાથ ધરવામાં આવ્યો છે તેમાં એ વાતની સ્પષ્ટતા થાય છે કે છ મહિના સુધી જે લોકોએ રસી લીધેલો સમય વીતી ગયો હોય તેમને બુસ્ટરડોઝ લેવો અનિવાર્ય છે.

બુસ્ટર ડોઝ ને લઇ અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે ત્યારે ભારતમાં પણ આ જ સ્થિતિ અનુસરવામાં આવી છે કે જે લોકોએ રસી લીધેલી હોય અને તેઓને બે થી ત્રણ માસ જેટલો સમય વિતી ગયો હોય તેઓએ દોસ્ત લેવો ફરજિયાત બનશે જેથી તેમની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય અને કોરોના નું સંક્રમણ નહીવત થઇ શકે. ત્યાં સુધી જે રીતે કોરોના ની રસી બનાવવામાં આવી છે તેને લઈ અનેક તર્ક-વિતર્કો સામે આવી રહ્યા છે પરંતુ ખરી વાસ્તવિકતા એ પણ છે કે હજુ સુધી કોઈ યોગ્ય ઉકેલ આવી શક્યો નથી.

સમગ્ર વિશ્વ હાલ આ સ્થિતિ ઉપર જ નિર્ભર થઈ રહ્યું છે કે બુસ્ટર ડોઝ લેવાનો ખરો સમય કયો હોઈ શકે પરંતુ જે રીતે સર્વે હાથ ધરવામાં આવ્યો તેનાથી એ વાત સ્પષ્ટ થઈ ચૂકી છે કે બેથી ત્રણ માસ જે રસી લીધેલો સમય વીતી જાય અથવા તો છ માસ સુધી કોઈ વ્યક્તિએ રસી લીધેલી ન હોય તેને બુસ્ટર લેવો અનિવાર્ય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.