સેન્સેક્સમાં 828 પોઇન્ટ અને નિફ્ટીમાં 235 પોઇન્ટનો ઉછાળો
અબતક, રાજકોટ
પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી મતદારોને રિઝવવા માટે કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સિતારામને મનમોહક બજેટ જાહેર કર્યું છે. બજેટથી શેરબજારને જાણે બુસ્ટર ડોઝ મળ્યો હોય તેવું લાગી રહ્યુ છે. બજેટની જાહેરાત પૂર્વ જ મુંબઇ શેરબજારના બંને આગેવાન ઇન્ડેક્સોમાં તોતીંગ ઉછાળા જોવા મળ્યા હતા. રોકાણકારોએ વિકાસલક્ષી બજેટને આવકાર્યું હતું.
આજે સતત બીજા દિવસે ભારતીય શેરબજારમાં તેજીનો તોખાર જોવા મળ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી ઉછાળા સાથે ખૂલ્યા હતા. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારામને બજેટની જાહેરાત કરતાની સાથે જ બજારમાં તેજી તોફાની બની હતી. ઉઘડતી બજારે સેન્સેક્સે 59 હજાર સુધી દોડ લગાવી હતી. નિફ્ટીએ પણ 17500ની સપાટી ઓળંગી હતી. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો આજે પણ મજબૂત બન્યો હતો.
બૂલીયન બજારમાં મંદિનો માહોલ જોવા મળ્યો હતો. તમામ વર્ગોને આવરી લેતા બજેટને શેરબજારે બે હાથ ફેલાવી સહજ આવકાર્યું હતું.
આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સ 828 પોઇન્ટના ઉછાળા સાથે 58824 અને નિફ્ટી 235 પોઇન્ટના ઉછાળા સાથે 17754 પોઇન્ટ પર કામકાજ કરી રહ્યા છે.