ઘઉં, ટાઇલ્સ, કપાસ જેવી કોમોડિટીની ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય પરિવહન વધુ સરળ બનશે
ખાનગી ક્ષેત્રના પોર્ટ પ્લેયર પીપાવાવમાં એપીએમ ટર્મિનલ્સને કોલંબો-કોચીન-ગલ્ફ (સીસીજી) સેવાનો પ્રથમ સાપ્તાહિક કૉલ મળી ગયો છે. જે સ્થાનિક લોજિસ્ટિક્સ અને નિકાસ – આયાત વેપારને વધારવા માટે ભારત સરકારના સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ ડિઝાઇન કરવામાં આવી છે. એપીએમ ટર્મિનલ્સ પીપાવાવ – અમરેલી જિલ્લામાં ગુજરાતના દરિયાકાંઠે બંદરનું સંચાલન કરે છે.
સીસીજી સેવા ગુજરાતના પીપાવાવ બંદરને દરિયાઈ માલસામાનની શિપિંગ માટે દેશના બાકીના ભાગો સાથે જોડે છે. જહાજ એસએમ મનાલીએ 10 જૂનના રોજ બંદર પર બર્થ કર્યું હતું, જે સાપ્તાહિક સીસીજી સેવાની શરૂઆત હતી. તેના પરિભ્રમણમાં મુંદ્રા, પીપાવાવ, મેંગલોર, કોચીન, કોલંબો, કટુપલ્લી, વિઝાગ, કૃષ્ણપટ્ટનમ, કાતુપલ્લી, કોલંબો, કોચીન અને મુન્દ્રાનો સમાવેશ થાય છે. સીસીજી સેવા એ સિમા મરીન ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ દ્વારા ઓફર કરવામાં આવતી ફ્લેગશિપ કોસ્ટલ સર્વિસ છે, જે દુબઈ સ્થિત ગ્લોબલ ફીડર શિપિંગની પેટાકંપની છે.
આ અમારા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે કારણ કે આ સેવા બાકીના ભારત સાથે અમારી કનેક્ટિવિટી મજબૂત કરવામાં મદદ કરે છે તેવું એપીએમ ટર્મિનલ્સ પીપાવાવના મેનેજિંગ ડિરેક્ટર ગિરીશ અગ્રવાલે જણાવ્યું હતું.
સિમા મરીન ઈન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ માઈક હિલ્ટને જણાવ્યું હતું કે, સીસીજી સેવા અસરકારક રીતે પ્રદેશની ટોચની કોર્પોરેશનોની જરૂરિયાતોને પૂર્ણ કરશે અને સોડા એશ, ઘઉં, ટાઇલ્સ અને કપાસ જેવી કોમોડિટીની સતત અવરજવરને સરળ બનાવશે.
પીપાવાવ પોર્ટની હાલની ક્ષમતા શું?
એપીએમ ટર્મિનલ સંચાલિત પીપાવાવ પોર્ટની હાલની ક્ષમતાની જો વાત કરવામાં આવે તો કાર્ગો હેન્ડલિંગ કેપેસીટી 13.5 લાખ ટવેન્ટી ફુટ – ઇકવીવેલન્ટ યુનિટ છે. સુષ્ક પદાર્થ માટેની 40 લાખ મેટ્રિક ટન જયારે પ્રવાહી માટે 2 મિલિયન મેટ્રિક ટન અને 2.5 લાખ પેસેન્જર કારની ક્ષમતા પીપવાવ પોર્ટ ધરાવે છે.