એનબીએફસીની મિલકતો ખરીદવા બેંકોને ક્રેડીટ ગેરેન્ટી સ્કીમ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી અપાઈ: લિક્વિડિટીનો પ્રશ્ર્ન હલ કરવા મામણ
બજારની સુસ્તી ઉડાવવા માટે સરકાર વધુને વધુ નાણા અવનવી રીતે ઠાલવી રહી છે. હવે સરકાર નોન બેન્કિંગ ફાયનાન્સ કંપની અને હાઉસીંગ ફાયનાન્સ સેકટરને ૧ લાખ કરોડનો બુસ્ટર ડોઝ આપવા જઈ રહી છે. આગામી નાણાકીય વર્ષ દરમિયાન સરકારની વન ટાઈમ ક્રેડીટ ગેરંટી સ્કીમ હેઠળ એનબીએફસી અને એચએફસીની મિલકતો ખરીદીને નાણાની તરલતા જાળવવામાં આવશે. નોન બેન્કિંગ ફાયનાન્સ કંપની અને હાઉસીંગ ફાયનાન્સ કંપનીને સરકારે ૧૦ ટકા સુધીના પ્રમ નુકશાનમાં મિલકત ખરીદી કરવામાં આવશે તેવી બાહેધરી આપી હતી. જેના અનુસંધાને સરકાર હવે જાહેર ક્ષેત્રની બેંકના માધ્યમી મિલકતોને ખરીદવાનું શરૂ કરશે. આ મિલકતો પાછળ કુલ રૂપિયા ૧ લાખ જેટલું ભંડોળ ફાળવવામાં આવ્યું છે. આ ભંડોળ એનબીએફસી ક્ષેત્રમાં જશે એટલે બજારમાં નાણાની તરલતા વધશે તેવું માનવામાં આવી રહ્યું છે.
જાહેર સાહસોની બેંકોને કિંમતી અને જપ્ત કરાયેલી મિલકતો ર્આકિ રીતે માંદી પડેલી નોન બેન્કિંગ ફાયનાન્સ કંપની અને હાઉસીંગ ફાયનાન્સ કંપનીની મિલકતો મુળ કિંમતી ૧૦% સસ્તી ખરીદવાની મંજૂરી આપી દેવાઈ છે. ૧૦ હજાર કરોડ સુધીની મિલકતો આવી રીતે છુટી કરવાની પ્રેરિયોજનાઓ અમલમાં મુકવામાં આવી રહી છે.
નાણામંત્રી નિર્મલા સીતારામને ૨૦૧૯-૨૦ના બજેટ સંબોધનમાં જાહેરાત કરી હતી કે, સરકાર એક વખતની છ મહિનાની મુદત માટે કિંમતી મિલકતો બજાર કિંમતી ૧૦% નીંચા ભાવી ખરીદવાની જાહેર સાહસોની બેંકને મંજૂરી આપી ચાલુ નાણાકીય વર્ષમાં નોન બેકિંગ ફાયનાન્સીલ કંપનીઓને ૧ લાખ કરોડ પિયાની મિલકતોના નિકાલ માટેની તક આપવામાં આવશે.
બજારમાં આર્થિક મંદી અને હંગામી નાણાકિય ખેંચની સમસ્યાને નિવારવા માટે નોન બેન્કિંગ ફાયનાન્સીયલ કંપનીઓને મિલકતોનો નિકાલ કરવા માટે સરકારે આ પરિયોજના બનાવી છે. આ પરિયોજનામાં નોન બેન્કિંગ ફાયનાન્સીયલ કંપની અને હાઉસીંગ ફાયનાન્સીયલ કંપનીઓ કે જે ઓગસ્ટ ૨૦૧૮થી આર્થિક નાદારીના આરે પહોંચી ચૂકી હોય તેમને મદદરૂપ થવા માટે સરકારે વનટાઈમ ક્રેડિટ ગેરંટીની યોજના અંતર્ગત ૩૦ જૂન ૨૦૨૦ સુધીમાં ૧ લાખ કરોડની મિલકતો બેંકોને વહેલા તે પહેલાના ધોરણે વેચવાની તક આપવામાં આવી રહી છે.
નાણામંત્રીએ આ યોજનાને વધુ ત્રણ મહિના સુધી લંબાવવાની મંજૂરીની પ્રક્રિયા હાથ ધરી છે. સરકાર આ યોજના થકી નાદારીને આરે પહોંચી ગયેલી અને મિલકતોમાં સલવાયેલી મુડીને પરત મેળવવા માટે નોન બેન્કિંગ ફાયનાન્સીયલ કંપની અને હાઉસીંગ ફાયનાન્સીયલ કંપનીને ર્આકિ મુશ્કેલીમાંથી બહાર કાઢીને આવી મિલકતો ખરીદારો સુધી પહોંચે અને બજારમાં નાણા ખેંચ દૂર થાય તેવા બેવડા હેતુથી આ યોજના બજારમાં લાવી રહી છે.
નાણામંત્રીએ જણાવ્યું હતું કે મંદી અને નજીવા આર્થિક પ્રોત્સાહનના અભાવે મૃતપ્રાય બની ગયેલી નોન બેન્કિંગ ફાયનાન્સીયલ કંપની અને હાઉસીંગ ફાયનાન્સીયલ કંપનીઓને તેમની મિલકતો વેંચવા માટે હંગામી મદદ કરીને આવી કંપનીઓના આર્થિક હિતને સુરક્ષીત કરવા માટે સરકારે ૧ લાખ કરોડ રૂપિયાનું ભંડોળ ફાળવીને આ ક્ષેત્રને મંદીમાંથી બહાર કાઢવાના હેતુી આ યોજના બનાવી છે. તેનો લાભ લઈને નોન બેન્કિંગ ફાયનાન્સ કંપનીઓ ર્આકિ મુશ્કેલીઓમાંથી બહાર આવે તે માટે આ યોજનાી બજારમાં મુશ્કેલીનો સામનો કરી રહેલી નોન બેન્કિંગ ફાયનાન્સ કંપનીને અસ્તિત્વ બચાવવા માટે ટેકો મળી જશે અને સ્ટેટ બેંક આવી કંપનીઓ પાસેથી કિંમતી મિલકત બજાર કિંમતી ૧૦% ઓછા ભાવે સંભાળી લેશે.
બીઓઆઇએ પિયાના કોથળા ખોલ્યા!
બેંક ઓફ ઇન્ડીયાએ બજારમાં નાણાંની તરળતા લાવવા પિયાના કોથળા ખોલ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે. બજારમાં મંદી દુર કરવા બેંક ઓફ ઇન્ડીયા ૧૦ હજાર કરોડ પિયાની લોન આપશે. દરેક ઝોન અને બ્રાન્ચને લોન ફાળવવાનું લક્ષ્ય આપવામાં આવ્યું છે. સરકાર સંચાલીત બેંક ઓફ ઇન્ડીયા ગ્રાહકોને ૧૦ હજાર કરોડ પિયાની લોન આપવાનું અભિયાન ને રજી ડિસે.થી શરુ કરી ચુકી છે. બેંક ઓફ ઇન્ડીયા ના એકઝીકયુટર ડાયરેકટર સી.જી. ચૈતન્યએ માઘ્યમોને જણાવ્યું હતું કે કોર્પોરેટ ક્ષેત્રની માંગણીની મર્યાદાને પગલે અમે લધુ અને મઘ્યમ ઉઘોગોને જરુરીયાત મુજબ લોન આપીને પગભર બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. દેશભરમાં બીઓઆઇના ૫૪ ઝોનની પ હજાર શાખાઓમાં આયોજનઓ ચલાવવામાં આવશે. દરેક ઝોનને ર૦૦ કરોડ રૂપિયાનું લક્ષ આપવામાં આવ્યું છે. અમે ૧૦ હજાર કરોડ પિયાનું ધિરાણ આપવાની યોજના ચલાવી રહ્યા છીએ. આ યોજના અંતર્ગત મુદ્રા, પીએસબી-૫૯, મીનીટ લોન અને સ્ટેન્ડ અપ યોજના અંતર્ગત લોન આપવામાં આવશે. લધુ અને મઘ્યમ ઉઘોગ ઉપરાંત બેંક છુટક ગ્રાહકો, નાની લોન અને ખાસ કરીને ઘર
અને વાહન માટેની લોન ઉપર ખાસ ઘ્યાન આપશે. બીઓઆઇ ૧૦ હજાર કરોડ પિયામાં આ લોન સેગમેટથી લધુ અને મઘ્યમ ઉઘોગને નાણાંકીય સહાયની માંગને પરિપૂર્ણ કરવા કટિબઘ્ધ બની છે. અત્યારે કોર્પોરેટ જગતમાં વિશ્ર્વક્રમ ને કારણે લોનની માંગ ધટતા બીઓઆઇએ લધુ અને મઘ્યમ ઉઘોગને મદદરુપ થવા માટે લોનના કોથળા ખોલ્યા છે.