નાણામંત્રી નિર્મલા સીતારમને આજે રજૂ કરેલા બજેટમાં રેલવે સાથે સંલગ્ન અનેક નવી અને મોટી જાહેરાત કરી છે. કોરોના મહામારી બાદ પ્રથમવાર રજૂ થયેલા બજેટમાં નાણામંત્રીએ તમામ વર્ગને મહત્તમ સંતોષ મળે તેવા પ્રયાસો થયા છે. કેન્દ્રીય નાણામંત્રીએ રેલવે માટે ૧,૧૦,૦૫૫ કરોડ રૂપિયાની રકમ ફાળવી છે. જેમાંથી ૧,૦૭,૧૦૭ કરોડ રૂપિયા માત્ર હાથ ઉપર રકમના ખર્ચ માટે ફાળવી છે. ૪૬ હજાર કિ.મી.રેલવે ટ્રેક પર ટ્રેનોનું વિદ્યુતકરણ કરવામાં આવશે. દેશમાં એકમાત્ર નિર્માણાધીન બુલેટ ટ્રેન પરિયોજનામાં મુંબઈ અને અમદાવાદ વચ્ચે જોડાણ થશે. નાણામંત્રીએ કોરોના મહામારી બાદ પ્રથમવાર સંસદમાં બજેટ રજૂ કર્યું છે. ૨૦૨૦માં કોવિડની મહામારીની પરિસ્થિતિ વચ્ચે દેશે કરેલી તરક્કીનો આ બજેટમાં રોડમેપ બનાવવામાં આવ્યો છે. આજના બજેટમાં રાષ્ટ્રીય રેલ યોજના ૨૦૩૦ તૈયાર કરવામાં આવી છે. રેલવે ઉપરાંત મેટ્રો, સિટી બસ, બસ સેવાને પણ ધ્યાનમાં લેવામાં આવી છે.
આંતરીક પરિવહન માટે ૧૮ હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જેમાં મેટ્રો લાઈટને લાઈન ઉપર લાવવા અને કોચી, બેંગ્લોર, ચેન્નઈ, નાગપુર, નાસીકમાં મેટ્રો પ્રોજેકટને પ્રોત્સાહન આપવાનું એલાન કરવામાં આવ્યું છે.
નાણામંત્રીએ ઉદ્યોગો માટે રેલવેનું નુર દર ઘટાડવા માટે અનેક યોજનાઓ બનાવવામાં આવી રહી છે. જૂન ૨૦૨૨ સુધીમાં વેસ્ટન ડેડીકેટેડ ફ્રેડ કોરીયર અને ઈસ્ટન કોરીડોર લાગુ કરવામાં આવશે. પૂર્વ ભાગમાં ૨૬૩ કિ.મી. લાંબી સોમનગર ગોમો પરિયોજનાઓનો અમલ શરૂ કરવામાં આવશે. રેલવેની ૨૭ હજાર કિ.મી.નો ટ્રેકનું વિદ્યુતકરણ કરવામાં આવશે. આ ઉપરાંત મેટ્રો ટ્રેન પરિયોજનાઓ અને અનેકવિધ યોજનાઓ માટે રેલવેએ ૬૫૮૭૩ કરોડ રૂપિયાની અગાઉ મળેલી મદદમાં આ વખતે વધારો કરવામાં આવ્યો છે. ચાર રેલવે સ્ટેશનોનું રિ-ડેવલોપમેન્ટ, સોલાર પાવર ગ્રીડ, રેલવેના પાટા ઉપર બનાવવામાં આવશે.
૧૫૦ ટ્રેનોને પીપીપીના ધોરણે ચલાવવામાં આવશે. તેજસ જેવી નવી ટ્રેનો શરૂ કરવામાં આવશે અને તેમાં ૧૪૮ કિ.મી. બેંગ્લોર ટ્રેન સીસ્ટમ બનશે અને કેન્દ્ર સરકાર ૨૫ ટકા મદદ કરશે.
રેલવે માટે મહત્વની જાહેરાત
રેલવેએ નેશનલ રેલ પ્લાન ૨૦૩૦ બનાવ્યો છે. જેથી ફ્યૂટર રેજી રેલવે સિસ્ટમ બનાવી શકાય અને લોજિસ્ટિક કોસ્ટ ઓછી કરી શકાય. જૂન ૨૦૨૨ સુધી ઈર્સ્ટન અને વેર્સ્ટન ડેડિકેટેડ ફ્રેડ કોરિડોર તૈયાર કરી શકાય. સોમનગર-ગોમો સેખ્સન પીપીપી મોડમાં બનાવવામાં આવશે.
ગોમો-દમકુની સેક્શન પણ આ રીતે બનશે. ખડગપુર-વિજયવાડા, ભુસાવલ-ખડગપુર, ઈટારસી-વિજયવાડામાં ફ્યૂચર રેડી કોરિડોર બનાવવામાં આવેશે. ડિસેમ્બર ૨૦૨૩ સુધી ૧૦૦ ટકા બ્રોડગેજનું ઈલેક્ટ્રિફિકેશન કરવામાં આવશે.
વિસ્ટા ડોમ કોચ શરૂ થશે જેથી મુસાફરોને સારો અનુભવ થાય. હાઈ ડેન્સિટી નેટવર્ક, હાઈ યુટિલાઈઝ નેટવર્ક પર ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ શરૂ કરવામાં આવશે. આ સિસ્ટમાં દેશમાં ડેવલોપ થશે.
૧.૧૦ લાખ કરોડ રૂપિયા રેલવેને અપાઈ રહ્યાં છે. ૧.૦૭ લાખ કરોડ રૂપિયા માત્ર કેપિટલ એક્સપેન્ડિચર માટે છે.
મેટ્રો માટે મહત્વની જાહેરાત
શહેરી વિસ્તારમાં બસ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ શરૂ કરાશે. ૨૦ હજાર બસો તૈયાર થશે. આનાથી ઓટો સેક્ટરને મદદ મળશે અને રોજગાર વધશે.
૭૦૨ કિમી મેટ્રો હાલ ચાલી રહી છે. ૨૭ શહેરોમાં કુલ ૧૦૧૬ કિમી મેટ્રો પર કામ ચાલી રહ્યું છે.ઓછા ખર્ચે ટિયર-૨ શહેરોમાં મેટ્રો લાઈટ્સ અને મેટ્રો નિયો શરૂ થશે.
કોચ્ચિમાં મેટ્રોમાં ૧૯૦૦ કરોડના ખર્ચે ૧૧ કિમી હિસ્સો બનાવાશે. ચેન્નાઈમાં ૬૩ હજાર કરોડ રૂપિયાના ખર્ચે ૧૮૦ કિમી લાંબો મેટ્રો રૂટ બનશે.
બેંગલુરુમાં પણ ૧૪૭૮૮ કરોડ રૂપિયાના ખર્ચે ૫૮ કિમી લાંબી મેટ્રો લાઈન બનશે. નાગપુર ૫૯૭૬ કરોડ અને નાસિકમાં ૨૦૯૨ કરોડથી મેટ્રો બનશે.