22 આરોગ્ય કેન્દ્ર સહિત કુલ 24 સ્થળે અપાય રહ્યો છે બુસ્ટર ડોઝ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજ સુધીમાં 45160 નાગરિકો માટે વિનામૂલ્યે કોરોના વેક્સીનનો પ્રિકોશન ડોઝ આપી દેવાયો છે.
મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, આરોગ્ય સમિતિ ચેરમેન ડો.રાજેશ્રીબેન ડોડીયાએ જણાવ્યું હતું કે મહાપાલિકા દ્વારા 18 થી 59 વર્ષનાં તમામ નાગરિકો માટે કોરોના વેક્સીનનો પ્રિકોશન ડોઝ રાજકોટ મહાનગરપાલિકાના તમામ આરોગ્ય કેન્દ્રમાં વિનામૂલ્યે આપવાનો પ્રારંભ કરેલ છે.
અત્યાર સુધીમાં 45,160 નાગરિકોએ પ્રિ-કોશન ડોઝ લીધેલ છે. 18 થી 59 વર્ષના નાગરિકોએ કોરોના વેક્સીનનો બીજો ડોઝ લીધો હોય તેને છ (6) મહિના પૂર્ણ થયા હોય તે તમામ નાગરિકો પ્રિકોશન ડોઝ લઇ શકશે. હાલ સિવિલ હોસ્પિટલ, પદ્મકુંવરબા હોસ્પિટલ, શ્યામનગર આરોગ્ય કેન્દ્ર, નંદનવન આરોગ્ય કેન્દ્ર, નાનામવા આરોગ્ય કેન્દ્ર, મવડી આરોગ્ય કેન્દ્ર, આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર, શાળા નં. 28, વિજય પ્લોટ, સદર આરોગ્ય કેન્દ્ર, અખિલ હિન્દ મહિલા પરિષદ આરોગ્ય કેન્દ્ર, રામનાથપરા આરોગ્ય કેન્દ્ર, ન્યુ રઘુવીર આરોગ્ય કેન્દ્ર, હુડકો, નારાયણનગર આરોગ્ય કેન્દ્ર, જંકશન આરોગ્ય કેન્દ્ર, માધાપર આરોગ્ય કેન્દ્ર, મોરબી રોડ, કોમ્યુનીટી હોલ, ભગવતી પરા આરોગ્ય કેન્દ્ર, આઇએમએ આરોગ્ય કેન્દ્ર, કબીરવન આરોગ્ય કેન્દ્ર, રામપાર્ક આરોગ્ય કેન્દ્ર, શ્રી ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્ર, પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્ર અને કોઠારીયા આરોગ્ય કેન્દ્ર ખાતેથી બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે.