વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્ર સરકાર દ્વારા દેશના વિકાસની નવી દિશા અને ઉંચાઈએ લઈ જવાના પ્રયાસોને ગુજરાતે ખરા અર્થમાં મુર્તિમંત કર્યું હોય તેમ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગુજરાતના વેપાર કૌશિલ્ય અને સદીઓ જુની વિશ્વાસના શાખનો મહત્તમ ઉપયોગ થકી રાષ્ટ્રના વિકાસમાં ગુજરાત નિમિત બને તે માટેના પ્રયાસોના હવે ફળ મળવા લાગ્યા છે.
ગુજરાતમાં યોજાઈ રહેલી ગ્લોબલ વાઈબ્રન્ટ સમીટમાં ૭.૫૬ લાખ કરોડ રૂપીયાના નવા રોકાણના નિર્ધાર સાથે વિકાસની નવી દિશા અને ઉંચાઈપ્રાપ્ત થઈ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળથી શરુ થયેલી વૈશ્વીક સ્તરની સમાજીક સંવાદતાના નરેન્દ્રભાઈ મોદીના ભગીરથ અભ્યાનને ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સરકાર દ્વારા અવિરત જરા પણ ઓટ ન આવવા દેવી જે રીતે વિકાસ ગાથાને આગળ વધારવાના સતત પ્રયાસો થઈ રહ્યા છે. તેનાથી ગુજરાત અને ભારતની સમગ્ર વિશ્વની વિશ્વીસનીયતામાં અનેકગણો વધારો થયો છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશનાવિકાસ માટેના પ્લેટફોર્મતરીકે ગુજરાતની ભૂમીને નિમિત બનાવી ગુજરાતના વિકાસ,વિશ્વાસ અને ધનલક્ષ્મી અને ઐશ્વર્યના સદીઓ જુની પરંપરાને નવા યુગમાં સાકાર કરી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશના વિકાસ અને રાષ્ટ્રનું સુકાન અને સમગ્ર દેશની રાજનીતિ વિકાસના પથ પરજ આગળ ધપાવવાની મહેચ્છા હવે સંપૂર્ણપણે ફળદાયી બની ચૂકી છે.
ભાજપના કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું રાષ્ટ્રીય નેતૃત્વ ૨૧મી સદીના આ યુગના આવશ્યકતા, વિકાસના મોડલ પર જ આગળ વધી રહી છે. અત્યારે સરકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશના રાષ્ટ્રીય મંચ પર વિકાસ અને ભવિષ્યના આયોજન અને સમગ્ર વિશ્વ સાથે ભારતના વેપારીક સંબંધો અનેક શાખ વધુને વધુ મજબુત બને તે માટે તમામ મુદાઓને સાઈડ લાઈન કરીને દેશની રાજનીતિને વિકાસના પાટા પર જ દોડાવાઈ રહી છે. ૨૦૨૪ સુધીમાં વિકાસની નવી દિશા અને ઉંચાઈનું લક્ષ્ય રાખીને દેશના રાજકારણમાં અને વહીવટી ક્ષેત્રે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે રીતે નવી દિશા અને કેડી કંડારીછે તે ગુજરાતના માધ્યમથી દેશની અર્થ વ્યવસ્થા, રાજકીય વ્યવસ્થા, ભારતના વિશ્વ સાથેના સંવાદને ખરા અર્થમાં ચરીતાર્થ કરશે.