ભારતના મૂડી બજારમાં ૨૦૧૯નો વર્ષ વિદેશી રોકાણકારોના જંગી રોકાણના વર્ષ તરીકે યાદ રહેશે ૨૦૧૯ નો નાણાકીય વિશ્વ વેપારના પ્રભાવના પગલે મોટી સંખ્યામાં વિદેશી રોકાણકારી સંસ્થાઓ મઘ્યમ અને નાના કદનીની સ્ક્રિપ્ટ અને બ્લુચીપ્સમાં રોકાણ કરવા આકર્ષાયા હતા.

ભારતીય મુળી બજારમાં વિદેશીઓના વધી રહેલા વિશ્ર્વાસને પગલે વર્ષ દરમ્યાન સેન્સેકસમાં ૧૭૨૦ નો ઉછાળો રહેવા પામ્યો છે. સ્મોલ કેપ ઇન્ડેક્ષ, બીએસીમાં જો કે ૧૧૨૦, મીડકેપ ૩૦૧૦, અને નિફટીમાં ૧૪૨૦ નો લાભ નોંધયો છે.

વર્ષ ૨૦૧૯માં સેન્સેકસ છેલ્લા ૪ વર્ષમાં સૌથી વધુ ૧૭૨૦ ઉંચે રહ્યો છે. વર્ષ ૨૦૧૬માં ઇન્ડેક્ષ ૯.૪ ટકા ખોટમાં ચાલતું હતું. ૨૦૧૫નું વર્ષ ૨૫૨૦ તેજીનું નોંધાયું હતું. પરંતુ ૨૦૧૫માં વર્ષ ખોટનું સાક્ષી બન્યું હતું. ૨૦૧૯માં તમામ  સેગમેન્ટમાં વિદેશી ફંડનો પ્રવાહ ધસમસવા લાગતા ચારેકોર ફુલ ગુલાબી વાતાવરણ જોવા મળ્યું હતુ.

નવા લીફટીંગ શેરો નાના અને મઘ્યમ કદના તેજીના માહોલે ૨૦૧૯નું વર્ષ લાભનું વર્ષ બની રહ્યુઁ હતું ડીશ ઇન્વેસ્ટમેન્ટના અરુણ કેજરીવાલે જણાવ્યું હતું કે અમે બજારને નવી ઉંચાઇએ લઇ જવા આશાવાદી છીએ. સેન્સેકસ નિફટી અને બેન્કો નિફટી નવી ઉંચાઇએ પહોંચાશે.

ભારતના મૂડી બજારમાં વિદેશીઅની વધતી જતી વિશ્ર્વસનીયતાના કારણે છેલ્લા થોડાક અઠવાડીયામાં દેશના મૂડી બજારમાં ૪૫ હજાર કરોડ ‚પિયાનું મૂડી રોકાણ મળ્યું છે. હજુ ચુંટણી પરિણામો આઠ અઠવાડીયા દુર છે. ત્યાં સુધીમાં તો માર્કેટ ખુલ્લા મને દોડતી રહેશે. બેન્કિ પાવર અને આઇટી, એફએમસીજી, ફાર્માપણ લાના પોટલા બની રહેશે.

લોકસભાની ચુંટણી સંદર્ભે પણ કેટલાક નફા આપતા પોર્ટ ફોલીયામાં વેચવાલીના પગલે બજારે આંચકો અનુભવ્યો હતો. સાથે સાથે વિશ્વવિક અર્થ તંત્ર અને અમેરિકા, ચીન, ટ્રેકવાર સંલગ્ન મુદ્દાઓના કારણે નાના અને મઘ્યમ શહેરોમાં હળવો આંચકો જોવા મળ્યો હતો.

૨૦૧૯ના પ્રતિકુળ સંજોગોની વાત કરીએ તો ડોલરની સામે રૂપિયાો ૭૫ના તળીયા સુધી ઘોવાય ગયો હતો. તેમ છતાં વિદેશી રોકાણકારના પ્રવાહએ રૂપિયાને ફરીથી ડોલર સામે સુધી પહોચાડી દીધા હતો. ભારતીયો માટે સોનું હંમેશા આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. તેમાં ખરીદીના કારણે ૩૨૫૦૦ નો ઉછાળો જોવા મળ્યો હતો. વિશ્વસ્તરે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સાથેની વેપાર મંત્રાણાઓ પ્રગતિમાં હોવાનો નિર્દેશ આપી નિંસંગતાઓ દુર કરવાનો સંકેત આપ્યા હતા. બીજી તરફ એશિયા હેન્ગસેન્ગમાં ૦.૯૬ ટકા સાંધોઇ ૩.૨ ટકા, નિકકી ૦.૮૨ ટકા, અને વૈશ્ર્વિક તેલ બેન્ચ માર્ક ૦.૪૪ ટકાની તેજી સાથે બેરલના ૬૮ ડોલરે પહોચતા ૨૦૧૯ નો વર્ષ તેજીનો બની રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.