શેરબજાર ન્યુઝ
શેરબજાર રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. આજે સેન્સેક્સ પહેલીવાર 70 હજાર પોઈન્ટને પાર કરી ગયો. આ પહેલા શુક્રવારે નિફ્ટીએ 21 હજાર પોઈન્ટની સપાટી વટાવી હતી. ડિસેમ્બર મહિનામાં સેન્સેક્સમાં 3000 પોઈન્ટથી વધુ એટલે કે 4.5 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. બીજી તરફ નિફ્ટી પણ 21 હજાર પોઈન્ટ સાથે કારોબાર કરી રહ્યો છે. નિષ્ણાતોના મતે, આરબીઆઈએ તેના MPCમાં દેશની આર્થિક વૃદ્ધિ અંદાજિત 7 ટકા સુધી વધારી છે. બીજી તરફ ફુગાવાના અંદાજમાં કોઈ ફેરફાર થયો નથી. જેના કારણે બજારમાં તેજીનો માહોલ છે. નિષ્ણાતોના મતે આગામી દિવસોમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં વધુ ઉછાળો જોવા મળી શકે છે