જીએસટી દરમાં કરાયેલો સુધારો રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં તેજીનું કારણ બનશે

આગામી ૬ માસમાં રિયલ એસ્ટેટમાં તેજી આવાનું અનુમાન ડેવલોપર અને ફાયનાન્સીયલ ઈન્સ્ટિટયુશન દ્વારા લગાવવામાં આવી રહ્યું છે. તેઓનાં મત પ્રમાણે આગામી ૬ મહિનામાં રહેણાંક મકાનોનાં વેચાણમાં વધારો જોવા મળશે જેના અનેકવિધ કારણો હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. જીએસટી દરમાં ઘટાડો, રેપોરેટમાં ઘટાડાની સાથોસાથ રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા સોલ્ટ ટર્મ લેન્ડીંગ રેટ કોમર્શીયલ બેંકો માટે તે પણ એક કારણ માનવામાં આવી રહ્યું છે.

કેન્દ્ર સરકાર અને નરેન્દ્ર મોદી દ્વારા જે યોજના બહાર પાડવામાં આવી છે ઘરનાં ઘરની ત્યારે જીએસટી કાઉન્સીલ દ્વારા જે જીએસટી દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે તેનાથી મકાન વેચાણમાં પણ વૃદ્ધિ જોવા મળશે. હાલ જીએસટી કાઉન્સીલે અંડર ક્ધટ્રકશન ફલેટ ઉપર ૫ ટકા અને એર્ફોડેબલ હાઉસમાં ૧ ટકા રાખવાનો નિર્ધાર કર્યો છે જેના કારણે લોકોની ખરીદ શકિતમાં પણ વધારો થશે. જીએસટી દરમાં નવા સુધારણા બાદ રિયલ એસ્ટેટ ક્ષેત્રને આગામી છ માસમાં તેનો ફાયદો પણ જોવા મળશે ત્યારે આવતા છ માસમાં અનેકવિધ ડેવલોપલો દ્વારા નવાં પ્રોજેકટો પણ લોકો વચ્ચે મુકવામાં આવશે અને તે તમામ વેચાઈ જાય તેવી પણ અત્યારનાં સંભાવના સેવાઈ રહી છે.

રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં હાલ મંદીનો માહોલ જોવા મળ્યો છે ત્યારે રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં તેજી આવતાની સાથે જ તમામ ક્ષેત્રોમાં નવા રોકાણોમાં પણ વધારો જોવા મળે તો નવાઈ નહીં. આવનારા છ માસમાં રેસીડેન્સીયલ પ્રોપર્ટી એટલે રહેણાંક મકાનોનાં ભાવોમાં વધારો જોવા મળશે અથવા કહી શકાય કે તેનાં ભાવ સ્થિર રહેશે.

સરકાર અને બેંકો દ્વારા પણ હકારાત્મક દિશામાં પગલા લેવામાં આવી રહ્યા છે ત્યારે મોટાભાગનાં હિસ્સેદારોએ આશાવાદ વ્યકત કરતાં જણાવ્યું હતું કે, આગામી ૬ મહિનામાં મકાનોનાં વેચાણમાં વધારો જોવા મળશે. દેશમાં જીએસટી લાગુ થતાની સાથે જ લોકોને પડતી અગવડતાને ધ્યાને લઈ જીએસટી કાઉન્સીલ દ્વારા જીએસટી દરમાં ફેરબદલ અને સુધારા કરવામાં આવ્યા હતા.

હાલની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો અનેકવિધ રીયલ એસ્ટેટ પ્રોજેકટો ખાલી ખમ્મ પડેલા છે અને તેની કોઈ લેવાલી પણ જોવા મળતી નથી પરંતુ એવી પણ આશા સેવાઈ રહી છે કે, જીએસટી દરમાં ઘટાડો થતાની સાથે જ લોકો ઘર ખરીદવા માટે આગળ આવશે અને જે રીતે સાંપ્રત સમયમાં રીયલ એસ્ટેટ ક્ષેત્રની હાલત કફોડી બની છે ત્યારે આ ક્ષેત્રમાં પણ તેજી આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.