વિતરણ સ્થળે એક તરફી મતદાન થઈ રહ્યાંના આક્ષેપ સાથે ધારાસભ્ય માડમ, કાર્યકરો, આપના આગેવાનો દોડી ગયા: હોમગાર્ડ જવાનોનું ફરી મતદાન કરવા કલેકટરનો આદેશ
મહાપાલિકાની ચૂંટણીમાં હોમગાર્ડ જવાનોના પોસ્ટલ મતદાન વિતરણ સ્થળે જ એક તરફી મતદાન થઈ રહ્યું હોવાના મુદ્દે કોંગ્રેસ-આપે ભારે હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ તથા આપના આગેવાનો, કાર્યક્રમોએ દોડી આવ્યા હતા અને એકતરફી બેલેટથી મતદાન થઈ રહ્યાંનો આક્ષેપ કરતા કલેકટર દોડી આવ્યા હતા અને ૪૦૦ પોસ્ટલ બેલેટ જપ્ત કર્યા હતા અને હોમગાર્ડ જવાનોના ફરીથી મતદાનનો આદેશ કર્યો હતો.
મહાપાલિકાની ચૂંટણી માટે હોમગાર્ડના જવાનોના પોસ્ટલ બેલેટથી લાલ બંગલામાં આવેલા હોમગાર્ડ યુનિટના મતદાન મથક પર એક પક્ષીય મતદાન થઈ રહ્યું હોવાની જાણ થતા ધારાસભ્ય વિક્રમ માડમ, પક્ષના આગેવાનો તથા આમ આદમી પાર્ટીના આગેવાનો, ઉમેદવારો તથા કાર્યકરો દોડી આવ્યા હતા. નિયમોનો ભંગ કરી મતદાન થઈ રહ્યું હોવાના આક્ષેપ સાથે હોબાળો મચાવતા કલેકટર સ્થળ પર દોડી આવ્યા હતા અને મતદાન કરેલા ૪૦૦ બેલેટ જપ્ત કર્યા હતા. બેલેટ જપ્ત કર્યા બાદ કલેકટરે હોમગાર્ડ જવાનોના ફેર મતદાનનો આદેશ કર્યો હતો.
સ્થાનિક સ્વરાજ કોર્પોરેશનની ચૂંટણીમાં હોમગાર્ડ એસ.આર.પી.ના અધિકારીઓ જવાનો માટે હોમગાર્ડ યુનિટ ઓફિસ ખાતે એક પક્ષ માટે મતદાન થઈ રહ્યું હોવાની આશંકાથી ધારાસભ્ય વિક્રમ માડમ શહેર પ્રમુખ દિગુભા જાડેજા અને આપના ઉમેદવાર કરસનભાઈ કરમુર અને કાર્યકરો કચેરીએ દોડી આવ્યા હતા. મતદાન મથક હતું કોની મંજૂરીથી ત્યાં રાખવામાં આવ્યું હતું અને મતદાનના બેલેટ પેપર બોક્સમાં કેમ રાખવામાં આવ્યા હતા અને કોને નિમણુક કરી હતી તે પૂછપરછ કરતાં એસડીએમ આસ્થા ડાંગર સહિત ત્રણેય ઝોનના અધિકારીઓ હોમગાર્ડ યુનિટ કચેરી ખાતે દોડી આવ્યા હતા. હોમગાર્ડ કર્મચારીઓ સાથે વાતચીત કરી અને કોના કહેવાથી તમે અહીં મતદાન મથક રાખ્યું હતું ? કોની મંજૂરી લીધી હતી ? તેનો ખુલાસો પુછ્યો હતો.
મતદાન કરેલા હોમગાર્ડ જવાનોને મતદાન મથકે બોલાવ્યા હતા. જ્યારે આખો મામલો કલેકટર પાસે જતા અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. કલેકટર અને નિવાસી કલેકટર અને એસડીએમ સહિત તપાસ શરૂ કરી. જ્યારે હોમગાર્ડ જવાનોને મતદાન કરેલી મતપેટી બોક્સમાં પેક કરાવી એસ.ડી.એમ વિડીયોગ્રાફી કરી કલેકટર ઓફિસે લઇ જવા સૂચના આપી હતી અને બાદમાં હોમગાર્ડ જવાનોના ફેર મતદાન કરાવવા આદેશ કર્યો હતો.