IPOINT LOGO FOR HEADER 1 4 7

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૪૮૮૭૮.૫૪ સામે ૪૯૨૫૩.૬૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૪૮૨૭૪.૯૨ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૧૧.૭૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૩૦.૯૫ પોઈન્ટના ઘટાડા સાથે ૪૮૩૪૭.૫૯ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૩૮૦.૧૫ સામે ૧૪૪૭૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૪૨૩૩.૬૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૬૪.૧૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૨૬.૧૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૪૨૫૪.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!

MCX ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ફેબ્રુઆરી ગોલ્ડ રૂ.૪૯૧૫૫ ના મથાળેથી ખુલીને રૂ.૪૯૩૪૬ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૮૯૨૫ ના નીચા મથાળે નોંધાવી ૭૩ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૪૯૦૬૭ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

MCX સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે માર્ચ સિલ્વર રૂ.૬૬૮૯૬ ના મથાળેથી ખુલીને રૂ.૬૭૨૧૪ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૬૫૯૦૯ ના નીચા મથાળે નોંધાવી ૧૬૩ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૬૬૪૭૯ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના બીજા દિવસે મંગળવારના રોજ ૨૬,જાન્યુઆરીના પ્રજાસત્તાક દિન નિમિતે ભારતીય શેરબજારમાં ટ્રેડિંગ કામકાજ બંધ રહેનાર હતું. વિશ્વના શેરબજારોમાં બીએસઇ સેન્સેક્સે માર્ચ ૨૦૨૦ના કડાકાના નીચા મથાળેથી અંદાજીત ૯૩%નો ઉછાળો નોંધાવીને ૫૦,૦૦૦ પોઈન્ટની સપાટી કુદાવીને ૫૦,૧૮૪ પોઈન્ટની નવી ઐતિહાસિક ઊંચાઈનો વિક્રમ નોંધાવી ટૂંકાગાળામાં ઐતિહાસિક તેજી સાથે ગત સપ્તાહે ભારતીય શેરબજારે ઈતિહાસ રચ્યો હતો. વૈશ્વિક મોરચે કોરોના સંક્રમણના પડકાર વચ્ચે વેક્સિનેશન પ્રોગ્રામ પણ વેગ પકડી રહ્યો હોઈ અને અમેરિકામાં જોઈ બાઈડેનના નેતૃત્વમાં નવી સરકાર અંતે સત્તારૂઢ થઈ જતાં વૈશ્વિક બજારોમાં પોઝિટીવ અસર સામે સ્થાનિક સ્તરે કેન્દ્રિય બજેટની તૈયારી વચ્ચે શેરોમાં ફંડોની સતત ખરીદી બાદ સાવચેતીએ ભારે બે તરફી અફડાતફડીના અંતે વધ્યામથાળેથી શેરોમાં મોટાપાયે પ્રોફિટ બુકિંગ કરતાં ગઇકાલે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

ભારતીય શેરબજાર સતત બીજા ટ્રેડિંગ સેસને સૌથી મોટા ઘટાડા સાથે બંધ રહ્યું હતું, અમેરિકામાં નવા પ્રમુખ જો બિડેને સત્તા સંભાળતા વૈશ્વિક બજારમાં આવેલી તેજી અને અનુકુળ બજેટની અપેક્ષાએ કોરોના સંકટમાં માર્ચ ૨૦૨૦માં ૨૫,૬૩૮ પોઇન્ટનાં નીચલા સ્તરથી બીએસઇ સેન્સેક્સ અંદાજીત માત્ર ૧૦ મહિનામાં ૯૩% રિટર્ન આપીને ગત સપ્તાહના ગુરૂવારે પ્રથમ વખત બીએસઇ સેન્સેક્સે ૫૦ હજારનાં ઐતિહાસિક સ્તરને પાર કર્યું હતું. કોર્પોરેટ પરિણામોની સીઝનમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ગત સપ્તાહના અંતે જાહેર થયેલા પરિણામ આવકમાં ઘટાડા સામે નફામાં સાધારણ વૃદ્વિ રહ્યા છતાં કંપનીના શેરમાં અંદાજીત ૫%થી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ અને ઓરબિન્દો ફાર્માના શેરમાં ૧૦%ની ઉપલી શર્કિટ જોવા મળી હતી.

બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૧૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૧૫% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર બેઝિક મટિરિયલ્સ, હેલ્થકેર અને મેટલ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસમાં વેચવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૩૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૪૦ અને વધનારની સંખ્યા ૯૩૨ રહી હતી, ૧૫૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૮૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૫૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય અર્થતંત્રમાં સુધારાના સંકેતો જોતા એવી અપેક્ષા રાખવામાં આવે છે કે નાણાકીય વર્ષ ૨૦૨૦ – ૨૧ના અંતિમ ત્રિમાસિકના જીડીપીમાં સુધારાના સંકેતો જોવાશે અને નાણાકીય વર્ષ ૨૦૨૧ – ૨૨માં મજબૂત ગ્રોથનો અંદાજ મૂકવામાં આવે છે. આને કારણે વિવિધ રેટિંગ અજન્સી સહિત બ્રોકરેજ હાઉસોએ જીડીપીના અંદાજોમાં સુધારો કર્યો છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાના વધતા કેસને કારણે વધેલી ચિંતાની અસર ભારતીય શેરબજાર પર જોવા મળશે તેવી શક્યતા છે. તે સાથે શેરબજારમાં ઐતિહાસિક ટોચ પર હોવાથી બજેટ પૂર્વે ભારે વોલેટાલિટી સાથે પ્રોફિટ બુકિંગની સંભાવના પણ જોવાઈ રહી છે ત્યારે એફપીઆઈ કેવો અભિગમ અપનાવે છે તે પણ જોવાનું રસપ્રદ બની રહેશે.

બજેટ રજૂ થવા આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. મહામારીની પ્રતિકૂળતા વચ્ચે આ વખતનું બજેટ સરકાર માટે એક પડકાર સમાન બાબત પૂરવાર થશે. ભારતીય અર્થતંત્રને ફરી આર્થિક વિકાસની પટરી પર લાવવા મોદી સરકાર દ્વારા થઈ રહેલા સરાહનીય પ્રયાસોથી આગામી દિવસોમાં ભારતમાં વૃદ્ધિની મોટી તકો જોઈ રહેલા ફોરેન ફંડો – ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો શેરોમાં અવિરત મોટાપાયે ખરીદદાર બન્યા છે, પરંતુ આર્થિક મોરચે હજુ અનેક પડકારો હોવાથી અને કોરોના સંક્રમણના નવા વેવમાં પરિસ્થિતિ કથળવાના સંજોગોમાં કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરી પણ નબળી પડવાની શકયતાએ હજુ શેરોમાં ઉછાળે સાવચેતી રાખવી જરૂરી બની રહેશે.

ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

  • ઈન્ડીગો બંધભાવ ( ૧૫૯૭ ) :- એરલાઇન્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૫૭૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૫૬૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૬૦૮ થી રૂ.૧૬૧૬ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૬૩૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • ટેક મહિન્દ્ર બંધભાવ ( ૯૭૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૯૬૬ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૯૫૩ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૯૯૪ થી રૂ.૧૦૦૩ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • રામકો સિમેન્ટ બંધભાવ ( ૭૮૬ ) :- રૂ.૭૭૩ નો પ્રથમ તેમજ રૂ.૭૬૭ ના બીજા સપોર્ટથી સિમેન્ટ & સિમેન્ટ પ્રોડકટ રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૭૯૭ થી રૂ.૮૦૮ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • ટાટા સ્ટીલ બંધભાવ ( ૬૫૨ ) :- આયર્ન & સ્ટીલ / ઇન્ટરમ.પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૬૬૭ થી રૂ.૬૭૬ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૬૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • અદાણી પોર્ટ બંધભાવ ( ૫૨૬ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૧૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક મરીન પોર્ટ & સર્વિસ સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૩૭ થી રૂ.૫૪૫ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.