- ગુજરાતી, અંગ્રેજી, ગણિત સહિતના વિષયોમાં નવાં પ્રકરણ ઉમેરાશે
પુસ્તકો ચાલુ વર્ષે અભ્યાસ કરતા પુસ્તકો આગામી વર્ષે કામમાં નહિ આવે. કારણે કે, આવતા શૈક્ષણિક વર્ષથી પાઠ્યપુસ્તકોમાં બદલાવ કરવામાં આવનાર છે. ધોરણ 1, 6 થી 8 અને 12 માં ના કેટલાક પુસ્તકો બદલાશે. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળે સિલેબસમાં બદલાવનો નિર્ણય લીધો છે. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળે પરિપત્રમાં જણાવ્યું કે, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગર એક અખબાર યાદીમાં જણાવે છે કે, આગામી રશૈક્ષણિક વર્ષ-2025-26 માટે નીચે દર્શાવ્યા મુજબના પાઠપુસ્તકો નવા તૈયાર કરવામાં આવ્યા છે કે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આગામી શૈક્ષણિક વર્ષ-2025-26થી સમગ્ર રાજ્યની શાળાઓમાં તે મુજબ અભ્યાસ કરાવવાનો થશે. ધોરણ 1 માં ગુજરાતી, ધોરણ 6 માં અંગ્રેજી વિષયના પુસ્તક બદલાશે. ધોરણ 7 ના સંસ્કૃત માધ્યમમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, સર્વાંગી શિક્ષણ, સંસ્કૃત અને મરાઠીના પુસ્તક બદલાશે.ધોરણ 8 માં ગુજરાતી, ગણિત અને વિજ્ઞાનના પુસ્તકો બદલાશે.ધોરણ 12 માં અર્થશાસ્ત્રના પુસ્તકમાં નવા પ્રકરણ ઉમેરાશે. પાઠ્યપુસ્તક મંડળ આગામી જૂન 2025-26માં આવનાર નવા પુસ્તકોની યાદી જાહેર કરી છે જેમાં ધોરણ છમાં દ્વિતીય ભાષા અંગ્રેજીમાં અંગ્રેજી માધ્યમ સિવાય તમામ પુસ્તકમાં બદલાવ થશે. ધોરણ આઠમાં પ્રથમ ભાષા ગુજરાતીમાં ગુજરાતી માધ્યમના પુસ્તક બદલાવ થશે. ધોરણ એકમાં પ્રથમ અને દ્વિતીય ભાષા ગુજરાતીમાં ગુજરાતી સિવાય તમામ માધ્યમમાં પુસ્તકો બદલાશે.