શાળાઓની મોનોપોલી અને જો હુકમીનું દમન કરવા સરકારએ એપ્રીલમાં એક નિયમ જાહેર કર્યો હતો જેમાં શાળાઓ વિદ્યાર્થીઓને, સ્કુલ બેગ, પાઠ્ય પુસ્તક તેમજ અન્ય સ્ટેશનરીને લગતી ચીજ-વસ્તુઓ નહિં વેચી શકે ત્યારે સરકારના આ નિયમને વાલીઓએ પણ ખૂબ સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. જેમાં શાળાઓ વિરુધ્ધ આ બધી ચીજ વસ્તુઓ માટે વધુ પડતા ભાવ લઇ રહ્યા હોવાની શિકાયત હતી. ત્યારે ૨૫ ઓગષ્ટે ફરી આ બાબતે કેન્દ્રએ CBSE સંલગ્ન શાળાઓ માટે કંઇ ઉલ્ટો પરિપત્ર જાહેર કર્યો જેમાંCBSE પાઠ્ય પુસ્તકો શાળાના જ પ્રિમાઇસીસમાં વેચવા જણાવ્યું હતું. તેમજ અન્ય સ્ટેશનરીનો પણ સમાવેશ કર્યો છે. જેમાં કંઇ ચોક્કસ સ્ટેશનરીનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.. વિદ્યાર્થીઓને જ‚રીયાત મુજબના પુસ્તકો અને અન્ય ચીજ વસ્તુઓ વેચવા માટે શાળાએ NCERTપુસ્તકોના વેચાણ માટે શાળાનાં કેમ્પસમાજ એક દુકાન ઉભી કરવી તેવુ પણ જણાવ્યું હતું. અને આ બધુ ઓનલાઇન ખરીદવાનું પણ કહેવામાં આવ્યું છે. શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯ના પાઠ્ય પુસ્તકની ખરીદી બાબતે શાળઓએ અગાઉથી જ NCERT ઓનલાઇન પોર્ટલના રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જે ટુંક સમયમાં જ NCERT દ્વારા લોન્ચ કરવામાં આવશે. ત્યારે મુદ્ાની વાત એ કહેવાય છે અહીં ક્યા ભાવમાં પુસ્તકો ખરીદાશે અને કેટલાં ફાયદા સાથે પુસ્તકો વેચાશે તેનો કોઇ પ્રકારે ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ત્યારે શું ફરી CBSEસંલગ્ન શાળાઓ નવા તુત ઉભા કરી વાલી, વિદ્યાર્થીઓ પાસેથી તગડી ફી ઉઘરાવશે… તેવો પ્રશ્ન દરેકને થયા વગર રહેશે નહીં.
Trending
- રેલવેના મુસાફરો માટે ખાસ! ટ્રેનોમાં 1000 કોચ જોડવામાં આવશે
- ગુજરાતના ખેડૂત જોગ
- ડાંગ જિલ્લાના સંતોકબા ધોળકીયા વિદ્યામંદિર માલેગામના વિધાર્થીઓને ટેબ્લેટ વિતરણ
- ઇન્ડોવેસ્ટર્ન લૂકમાં નાજુક નમણી લાગી કિંજલ રાજપ્રિયા
- વર્લ્ડ હેરિટેજ વીક 2024: કચ્છમાં આવેલું વિશ્વ વારસાનું સ્થળ એટલે ધોળાવીરા
- અમદાવાદમાં 7 કલાક માટે સાબરમતી રિવરફ્રન્ટ રહેશે બંધ, જાણો કેમ અને કયા સમયે!
- શું તમે પણ એક સારા મોબાઈલ ની શોધમાં છો..?
- ભરતનાટ્યમથી ભારતીય સંસ્કૃતિને આકાર આપતી એક પ્રતીભા એટલે કે હેતલ કટારમલ