- ફાયર સેફ્ટીના સાધનો લાગી જતા
- મેયર નયનાબેન પેઢડિયા સહિતના પદાધિકારીઓ દ્વારા સત્તાવાર જાહેરાત: ઓનલાઇન બુકીંગ માટેની માર્ગદર્શન પણ જાહેર કરાય
ફાયર સેફ્ટીના સાધનો લાગી જતા કોર્પોરેશનના 13 કોમ્યુનીટી હોલમાં બુકીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. જો કે, હજી 11 કોમ્યુનીટી હોલ – ઓડિટોરિયમ બંધ છે. કોર્પોરેશન દ્વારા ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલેશનની કામગીરી પૂર્ણ થતાં વધુ 13 કોમ્યુનિટી હોલનું બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. તેવી જાહેરાત મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ નેતા શ્રીમતી લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા તેમજ એસ્ટેટ મેનેજમેન્ટ સમિતી ચેરમેન મગનભાઇ સોરઠીયાએ કરી છે.
તેઓએ ઉમેર્યું છે કે નાગરિકોની સલામતિ માટે રાજ્ય સરકારશ્રના આદેશના અનુસંધાને મહાપાલિકા હસ્તકના તમામ કોમ્યુનીટી હોલ ખાતે ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. મહાપાલિકા હસ્તકના કોમ્યુનિટી હોલનું મેનેજમેન્ટ એસ્ટેટ શાખા દ્વારા કરવામાં આવે છે, શાખા દ્વારા રજુ થયેલ માહિતી મુજબ જુદા-જુદા વિસ્તારમાં આવેલ કોમ્યુનિટી હોલ પૈકી જે તે સ્થળે આ કામગીરી પૂર્ણ થતી જાય તે કોમ્યુનિટી હોલ નાગરિકોને બુકિંગ માટે તબક્કાવાર ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે.
કોમ્યુનિટી હોલ માટેના ઓનલાઇન બુકિંગ માટે મહાપાલિકાના વેબ પોર્ટલ WWW.RMC. GOV.IN પર અથવા રાજકોટ મહાનગરપાલિકાની મોબાઇલ એપ્લીકેશન મારફત કરી શકાશે. જેમાં સૌપ્રથમ ‘હોલ બુકિંગ’ સીલેક્ટ કરવું. હોલ બુકિંગમાં જઇ અરજદારે તેની પ્રાથમિક વિગત જેવી કે નામ, સરનામુ, મોબાઇલ નંબર, આઇ.ડી. કાર્ડ નંબર જેવી વિગતો દાખલ કરવી. ઓનલાઇન બુકિંગ સમયે અરજદારે ડિપોઝીટ રીફંડ માટે પોતાના બેન્ક ખાતાની વિગતો ભરવાની રહેશે (બેંક પાસબુક અથવા ચેકબુક સાથે રાખવી). અરજદારે દર્શાવેલ જેતે બેન્ક ખાતામાં એક માસ બાદ પરત જમા થશે. રીફંડ માટે માટે અરજદારે અલગથી કોઇ અરજી કરવી પડશે નહીં. અરજદારે બુકિંગ કરાવવા માટેનો કોમ્યુનિટી હોલ/ઓડીટોરીયમ સીલેક્ટ કરવુ. જેમાં લગ્નપ્રસંગ, સગાઇ/ધાર્મિક/ઉત્તર ક્રિયા/લૌકિક પ્રસંગ/જનોઇ/શ્રીમંત, બેસણું/ઉઠમણું, કોમર્શિયલ ફંક્શન/અન્ય પ્રસંગ જેમાં સેમિનાર/વક્તવ્ય, સાંસ્કૃત્તિક કાર્યક્રમ/સ્કુલ ફંક્શન, સંગીત સંધ્યા, ધંધાકીય મીટીંગ/ગુટ-ટુ-ગેધર, સામાજીક સંમેલન, નાટક, કે અન્ય નાના-મોટા પ્રસંગનો હેતુ પસંદગી માટે ઉપલબ્ધ રહેશે. ઓનલાઇન બુકિંગ વખતે અરજદારે પ્રસંગનો હેતુ વિકલ્પ તરીકે પસંદ કરવાનો રહે છે, જે વિકલ્પ પસંદ કર્યેથી જેતે કોમ્યુનિટી હોલની ઉપલબ્ધિ મુજબ કલર કોડેડ તારીખ સોફ્ટવેરમાં દર્શાવશે. બાદમાં પ્રસંગની તારીખ પસંદ કરવી, જે પૈકી કેસરી રંગ(પાછલી તારીખ), લીલો રંગ(બુકિંગ માટે ઉપલબ્ધ છે), લાલ રંગ(બુકિંગ ખાલી છે), ભુરો/પીળો રંગ(બુકિંગ ખુલવાનુ બાકી છે) તે મુજબ જેતે રંગની તારીખ સોફક્ટવેરમાં દર્શાવશે. બાદમાં કેપ્ચા કોડ દાખલ કરી “સેવ એન્ડ પેમેન્ટ” પર સીલેક્ટ કર્યેથી ઓનલાઇન પેમેન્ટના ઉપલબ્ધ વિવિધ વિકલ્પો પૈકી કોઇપણ એક ઓપ્શન પસંદ કરી ઓનલાઇન પેમેન્ટ કરવું. બાદમાં WWW.RMC. GOV.IN પર હોલ બુકિંગ રીસીપ્ટમાં જઇ રીસીપ્ટ ડાઉનલોડ કરવી. નાગરિકોને આ સુવિધાનો જરૂરિયાત મુજબ લાભ લેવા અને વધુ માહિતી માટે રાજકોટ મહાનગરપાલિકાની ઢેબરભાઇ રોડ ખાતે આવેલ એસ્ટેટ શાખાનો સંપર્ક કરવા મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી જયમીન ઠાકર, શાસક પક્ષ નેતા શ્રીમતી લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા તેમજ એસ્ટેટ મેનેજમેન્ટ સમિતી ચેરમેન મગનભાઇ સોરઠીયા દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.
આ 13 કોમ્યુનિટી હોલમાં બુકીંગ શરૂ
– અવંતિબાઇ લોધી કોમ્યુનિટી હોલ (ભક્તિનગર સ્ટેશન પ્લોટ)
– ડો.આંબેડકર કોમ્યુનિટી હોલ (જીલ્લા ગાર્ડન ચોક)
– કવિશ્રી અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલ: યુનિટ-1(યુનિવર્ટીસી રોડ)
– કવિશ્રી અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલ: યુનિટ-ર(યુનિવર્ટીસી રોડ)
– સંતશ્રી વેલનાથ કોમ્યુનિટી હોલ: યુનિટ-1(મોરબી રોડ)
– સંતશ્રી વેલનાથ કોમ્યુનિટી હોલ: યુનિટ-ર(મોરબી રોડ)
– અભયભાઇ ભારદ્વાજ કોમ્યુનિટી હોલ: યુનિટ-1(રૈયા રોડ પાસે)
– અભયભાઇ ભારદ્વાજ કોમ્યુનિટી હોલ: યુનિટ-ર (અઈ)(રૈયા રોડ પાસે)
– પૂજ્ય રણછોડદાસજી બાપુ કોમ્યુનિટી હોલ: યુનિટ-1(આનંદનગર)
– પૂજ્ય રણછોડદાસજી બાપુ કોમ્યુનિટી હોલ: યુનિટ-ર(આનંદનગર)
– મહારાણા પ્રતાપ કોમ્યુનિટી હોલ (સંત કબીર રોડ)
– મનસુખભાઇ ઉધાડ કોમ્યુનિટી હોલ (માયાણી ચોક)
– પ્રતાપભાઇ ડોડીયા કોમ્યુનિટી હોલ (માયાણી ચોક)
આ કોમ્યુનિટી હોલ-ઓડિટોરિયમ હજી બંધ રહેશે
– વસંતરાય ગજેદ્ર ગઢકર કોમ્યુનીટી હોલ, ગુરુપ્રસાદ ચોક
– ગુરુનાનક કોમ્યુનીટી હોલ, ગાયકવાડી
– એકલવ્ય કોમ્યુનીટી હોલ, ર4-જાગનાથ પ્લોટ
– ગુરુ ગોવિંદસિંહજી કોમ્યુનીટી હોલ, રૈયા રોડ
– છત્રપતિ શિવાજી કોમ્યુનીટી હોલ, રેલનગર
– નાનજીભાઇ ચૌહાણ હોલ, ધરમનગર આવાસ યોજના
– નવલસિંહ ભટ્ટી કોમ્યુનિટી હોલ, ધરમનગર આવાસ પાસે
– પંડિત દિનદયાળ ઉપાઘ્યાય કોમ્યુનીટી હોલ, સેટેલાઇટ ચોક
– મોહનભાઇ સરવૈયા કોમ્યુનીટી હોલ, 80 ફુટ રોડ
– કાંતિભાઇ વૈદ કોમ્યુનીટી હોલ, કોઠારીયા રોડ
– અટલ બિહારી વાજપેયી ઓડીએટોરીયમ, પેડક રોડ