ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (આઇઆરસીટીસી) રીજીનલ ઓફિસ, અમદાવાદ દ્વારા સ્વદેશ દર્શન સાથે સાઉથ ઇન્ડિયા ડિવાઇન અને હર હર ગંગે ની સ્પેશ્યલ ટૂર રાજકોટથી રવાના થશે. આ ટ્રેનમાં મુસાફરો સાબરમતી,વડોદરા, કલ્યાણ,અને પુણે  સ્ટેશનથી પણ બેસી શકશે તથા હર હર ગંગે ટ્રેન માં મુસાફરો સાબરમતી , છાયાપુરી (વડોદરા),રતલામ અને સંત હીંદરામ નગર સ્ટેશનથી  બેસી શકશે. IRCTCના પશ્ચિમ ઝોનના ગ્રુપ જનરલ મેનેજર રાહુલ હિમાલિયનએ જણાવ્યું હતું કે 20 નવેમ્બર  20222 ના રોજ દક્ષિણ દર્શન ટૂર માં મુસાફરોને રામેશ્વરમ, મદુરાઇ, ક્ધયાકુમારી, તિરૂપતિ માટે લઈ જવામાં આવશે.વધુ વિગતો આપતા શ્રી શુક્લાએ કહ્યું કે, 01 ડિસેમ્બર 2022 ના રોજ હર હર ગંગે ટૂર માં મુસાફરો ને પુરી , કોલકાતા ,ગંગાસાગર , વારાણસી અને પ્રયાગરાજ માટે લઈ જવામાં આવશે.

Untitled 2 21

આ પેકેજ માં ટ્રેન ટિકિટ, ભોજન (ચા-નાસ્તો, લંચ અને ડિનર), માર્ગ પરિવહન માટે બસની વ્યવસ્થા, ધર્મશાળા આવાસ/રૂમની સુવિધા ટૂર એસ્કોર્ટ, કોચ સિક્યુરિટી ગાર્ડની સુવિધા, હાઉસકીપિંગ અને જાહેરાતની સુવિધા માહિતી માટે ઉપલબ્ધ હશે. આ પ્રવાસી ટ્રેન રાજકોટથી નીકળી રાજકોટ પરત ફરશે.વધુ માહિતી માટે www. irctc tourism.com‘f  લોગ ઇન કરો અથવા 079-26582675, 8287931718, 9321901849, 9321901851, 9321901852પર સંપર્ક   કરવાનો રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.