ગુજરાતથી રામપથ યાત્રા ‘રામાયણ યાત્રા ટુરીસ્ટ’ ટ્રેનના બુકિંગનો પ્રારંભ રપ ડીસે. પ્રથમ ટ્રેન ઉપડશે

અબતક, રાજકોટ

ભારતીય રેલવે કેટરીંગ એન્ડ ટુરીઝમ કોર્પોરેશન દ્વારા શ્રીરામ જન્મભૂમિ અયોઘ્યા માટે ગુજરાતથી બે ટુર રામપથ યાત્રા ટુરીસ્ટ ટ્રેન અને રામાયણ યાત્રા ટુરિસ્ટ ટ્રેનનું આયોજન કરેલ છે. જે 25-12 ના રોજ રામપથ યાત્રા સાબરમતી સ્ટેશનથી રવાના થશે અને રામાયણ યાત્રા પણ તા. 22-2-22 ના રોજ સાબરમતી સ્ટેશનથી રવાના થશે.

આઇ.આર.સી.ટી.સી. અમદાવાદના રિજનલ મેનેજર વાયુનંદન શુકલાએ જણાવ્યું હતું કે રપ ડિસેમ્બર 2021 ના રોજ મુસાફરોને અયોઘ્યા, નંદીગ્રામ, વારાણસી, પ્રયાગરાજ, ચિત્રકુટ દર્શન માટે લઇ જવામાં આવશે. રર ફેબ્રુઆરી 2022 ના રોજ શ્રી રામાયણ યાત્રા દર્શન ટુરમાં મુસાફરોને અયોઘ્યા નંદીગ્રામ, જનકપુર, સીતા, સમાધિ સ્થળ, સીતામઢી, પ્રયાગરાજ, ચિત્રકુટ, શ્રીગાવપુર નાશિક, હમ્પી રામેશ્ર્વરમ માટે લઇ વામાં આવશે.

આ પેકેજમાં ટ્રેન ટિકીટ ભોજન (ચા નાસ્તો, લંચ અને ડિનર)માર્ગ પરિવહન માટે બસની વ્યવસ્થા, ધર્મશાળા આવાસ-રુમની સુવિધા ટુર એસ્કોર્ટ, કોચ સિકયુરીટી ગાર્ડની સુવિધા, હાઉસકીપીંગ અને જાહેરાતની સુવિધા માહીતી માટે ઉપલબ્ધ હશે. આ પ્રવાસી ટ્રેન સાબરમતીથી નીકળી સાબરમતી પરત ફરશે. વધુ માહીતી માટે www.irctctourism.comપર લોગ ઇન કરો અથવા 079-26582675, 82879 31718, 82879 31634, 93219 01849, 93219 01851, 93219 01852 પર સંપર્ક કરો. આ સિવાય મુસાફરો અમદાવાદ, વડોદરા, સુરત, અને રાજકોટ આઇ.આર.સી.ટી.સી. ઓફીસમાંથી અને અધિકૃત એજન્ટો પાસેથી પણ બુક કરાવી શકાશે.

રામપથ યાત્રાની ટ્રેન યાત્રા 25-12-21 થી 1-1-22 માં અયોઘ્યા નંદીગ્રામ, વારાણસી, પ્રયાગરાજ, ચિત્રકુટ માટે ટીકીટના દર 7560 (સ્ટાન્ડર્ડ) અને 12600 (કલાસ) ના રાખવામાં આવ્યા છે. તેમજ રામાયણ યાત્રા 22-2 થી 10-3 દરમ્યાન અયોઘ્યા નંદીગ્રામ, જનકપુર, સીતાસમાધી, સીતામઢી, પ્રયાગરાજ, ચિત્રકુટ, શ્રીગાવપુર, નાશિક, હમ્પી, રામેશ્ર્વર માટે સ્ટાન્ડર્ડ કલાક માટે રૂ. 16065 રાખવામાં આવી છે.યાત્રાઓ તમામ કોવિડ નિયમોને ઘ્યાનમાં રાખીને આયોજીત કરવામાં આવી રહી છે. મુસાફરોની સલામતી માટે તમામ મુસાફરોની મુસાફરી શરુ કરતા પહેલા થર્મલ સ્કિનીંગ કરવામાં આવશે. આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાનું સુનિશ્ર્ચિત કરવમાં આવશે.

ટ્રેનના કોચ અને મુસાફરોનો સામાન સેનિટાઇઝ કરવામાં આવશે. ટ્રેનમાં પ્રાથમિક સારવારની વ્યવસ્થા ઉપલબ્ધ રહેશે અને જરુર પડશે તો રેલવે ડોકટર ની પણ માંગણી મુજબ નજીકના સ્ટેશન પર વ્યવસ્થા કરવામાં આવશે. જો કોઇ મુસાફર અસ્વસ્થ બને છે તો એક અલગ કંપાર્ટમેન્ટની પણ વ્યવસ્થા રહેશે. મુસાફરોને સુખદ મુસાફરી માટે આઇ.આર.સી.ટી.સી. ને સહકાર આપવા જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.