તાજેતરમાં કોલ્ડપ્લે દ્વારા અમદાવાદમાં શોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આખું વિશ્વ જેની પાછળ પાગલ થયું છે એ કોલ્ડપ્લેનો કોન્સર્ટ ગુજરાતમાં યોજાવા જઈ રહ્યો છે. ત્યારે આ શો ની ટીકીટનું વેચાણ આજથી શરૂ થઇ રહ્યું છે. જેની સાથે અમદાવાદની હોટલોના ભાડા પણ વધ્યા હતા.
મ્યુઝિક રસિકોનું ધોડાપૂર ઊમટશે
સૂત્રોના જણાવ્યા અનુસાર મુંબઈમાં કોલ્ડપ્લેના ત્રણ શો હાઉસફુલ થઈ ગયા હતા. જેની ટિકિટો લાખોમાં બ્લેકમાં વેચાઈ હતી. એ જ રીતે હવે અમદાવાદમાં કોન્સર્ટની જાહેરાત થતાં શહેરની હોટલ્સ હાઉસફુલ થઈ જઈ શકે છે. આ શો જોવા માટે બીજા રાજ્યના લોકો પણ આવશે. મોદી સ્ટેડિયમમાં 1.25 લાખ જેટલી કેપેસિટી હોવાથી શહેરમાં મ્યુઝિક રસિકોનું ધોડાપૂર ઊમટશે. અમદાવાદના શોની ટિકિટો પણ બ્લેકમાં વેંચાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. આજે બપોરે 12 વાગ્યાથી ઓનલાઇન બુકિંગ શરૂ થાય તેના એક કલાક પહેલા એક વેઇટિંગ રૂમ ખુલશે જ્યાંથી તમે તમારી બુકિંગની પ્રક્રિયાની શરૂઆત કરશો.
અમદાવાદમાં કોલ્ડપ્લેના કોન્સર્ટ માટે ઠેર-ઠેરથી લોકો હોટલોમાં રોકાશે તે હોટલોના એક દિવસના ભાડામાં જ 13 ગણો વધારો જોવા મળ્યો છે. જ્યારે કોન્સર્ટના આગળના અને પાછળના દિવસોમાં ફ્લાઇટોના ભાડામાં પણ વધારો થવાની શક્યતાઓ સેવાઇ રહી છે.
કોલ્ડપ્લે અમદાવાદ કોન્સર્ટ: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બ્રિટિશ રોક બેન્ક કોલ્ડપ્લેના ચોથા ઈન્ડિયા કોન્સર્ટની ટિકિટો આજે (16 નવેમ્બર) બપોરના 12 વાગ્યે BookMyShow દ્વારા વેચવામાં આવશે. 2 જાન્યુઆરી, 2022ના રોજ યોજાનાર આ કોન્સર્ટ બેન્ડના મ્યુઝિક ઓફ ધ સ્ફિયર્સ વર્લ્ડ ટૂરનો એક ભાગ છે.
કોન્સર્ટ પહેલા હોટલના ભાવ પહોંચ્યા આસમાને
કોલ્ડપ્લે એ બ્રિટિશ રોક બેન્ડ છે, જે તેમના મ્યુઝિક ઓફ ધ સ્ફિયર્સ વર્લ્ડ ટૂર માટે ભારત આવી રહ્યું છે. લોકોમાં આ કોન્સર્ટનો ક્રેઝ જોવા મળી રહ્યો છે, પરંતુ તેની અસર હોટલોના ભાવ પર પણ પડી છે. લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અમદાવાદમાં હોટલના રૂમના વધેલા ભાવ શેર કરી રહ્યા છે. ચાલો આ પાછળનું કારણ વિગતવાર સમજીએ.
કોલ્ડપ્લે રોક બેન્ડનું પરફોર્મન્સ 18, 19 અને 21 જાન્યુઆરીએ મુંબઈમાં યોજાશે. આ પછી 25 જાન્યુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડપ્લેનો કોન્સર્ટ યોજાશે. પ્રખ્યાત રોક બેન્ડના શોને કારણે શહેરમાં હોટેલના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે.