વ્યવસાયને લગતા કામની સાથોસાથ ઘરકામ પણ શીખી લીધું: વિષ્ણુભાઇ પટેલ
હાલમાં લોકડાઉનનાં સમયને લોકો મંદીનો માહોલ માની રહ્યા છે.ત્યારે લોકડાઉન વચ્ચે પણ ‘આઈ બી’ ગ્રુપ દ્વારા સંચાલિત શો રૂમના માધ્યમથી ગ્રાહકોને સરી સર્વિસ મળે છે. આઈ.બી. ગ્રુપના કુલ પાંચ શો રૂમ વિષ્ણુભાઈ ચા બનાવવાથી લઈ ઘરના દરેક કામમાં મદદ કરે છે. કર્મચારી અને ગ્રાહકોની ખેવના રાખે છે. અત્યારે કારમાં ૭૦ જેટલી કાર અને ૫૦૦ જેટલા ટુ વ્હીલર્સનું બુકીંગ થયેલ છે ખાસ તો તેઓની સર્વિસ વધુ સારી હોવાથી તેઓ બહોળો ગ્રાહક વર્ગ ધરાવે છે.
આઈ.બી. ગ્રુપ ઓનર વિષ્ણુભાઈ પટેલે અબતક સાથેની વાતચિતમાં જણાવ્યું કે, હાલમાં તેઓ ઘરના કામ તો સિખી જ ગયા છે. પરંતુ સાથો સાથ તેઓ પોતાના વ્યવસાયને લગતા કામ પણ ઘરેથી કરી રહ્યા છે. ખાસ તો તેમના મતાનુસાર લોકો તેમને જે પ્રેમ આપે છે. તો આ પ્રેમ માટે તેવો ઘરેથી જ કામ કરે છે. હાલમાં લોકો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે.
જેથી અંદાજે ૫૦૦ જેટલા ટુ વ્હીલરનું અને ૭૦ જેટલા ફોર વ્હીલર્સનું બુકીંગ થયેલું છે. ખાવ તો લોકડાઉન ખૂલ્યા બાદ એ પ્રશ્ર્નો મોટો ઉદભવશે કે કેટલા સ્ટાફને બોલાવવો કારણ કે સ્ટાફ બહારનો રાજયનો છે. આ ઉપરાંત તેવો રાજકોટ સહિત અમદાવાદમાં પણ અલગ અલગ શો રૂમ ધરાવે છે ત્યારે હજુ લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ઉપરાંત દિવસ દરમિયાન તેવો ઘરમાં પોતાના પુત્ર સાથે સમય વિતાવે છે.
સવિશેષ રાજકોટમાં તેવોનાં રેનોલ્ટ, સ્કોડા, નિશાન અને કિયા કંપનીઓનાં શો રૂમ ધરાવે છે. ઉપરાંત બીએસ ફોર વાડા વાહનો ૩૧ માર્ચથી સરકારે રજીસ્ટ્રેશન બંધ કર્યું હતુ. સુપ્રીમ કોર્ટના ચુકાદાથી સરકારે રજીસ્ટ્રેશન માટે ૧૦ દિવસની સુવિધા વધારી હતી. તેમાં અમે અમારી માટે જે થોડો ઘણે સ્ટોક હતુ તેનું રજીસ્ટ્રેશન કંપનીના નામે કરાવી લીધું હતુ.