રાજકોટ શહેરના જાણીતા આકાશવાણી ઉદધોષક અને ચિંચસ સલીમભાઇ સોમાણીએ ૧૯૮૯ માં પ્રકાશીત થયેલ તેમજ સુપ્રસિઘ્ધ લેખક પોલો કોઇલો દ્વારા લખાયેલ ઝહીર પુસ્તકનું સરપાન કરાવી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પુસ્કતમનો અનુવાદ ૪૦ ભાષાઓમાં થયો છે.
જેના લેખકને પરીભ્રમણ કરતા કરતા થયેલ અનુભવોનાો નિચોડ સુંદર વાર્તારુપે નિરુપિત થયો છે લેખક કોઇલો ખુબ વિખ્યાત છે તેમના પ્રકાશનોની વાચકો રાહ જોતા હોય છે. જીવન સમક્ષ આવતા પડકારો જીવનની ક્ષણભંગુરતા, સંધર્ષ, પ્રેમ, વિયોગ, મીલન એવી અનેક બાબતો આ પુસ્તકમાં સ્થાન મેળવી ચુકી છે.
સમગ્ર પુસ્તકની વાત તેમણે રસપ્રદ શૈલીમાં મૂકીને લેગ લાયબે્રરીયમાં એકત્રીત શ્રોતા વર્ગને ભાવવિભોર કર્યા હતા. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા લેગ લાયબ્રેરીના ગ્રંથપાલ કલ્પાબેન ચૌહાણે જાળવી હતી. લેગ લાયબ્રેરીના પ્રમુખ ડો. નિરજંન પરીખ દ્વારા સલીમભાઇનું પુસ્તક વડે સ્વાગત થયું હતું. સંસ્કાર ક્ષમ વાતાવરણમાં બુકટોક સાંભળવા માટે બહોળી સંખ્યામાં શ્રોતા વર્ગ ઉ૫સ્થિત રહ્યો હતો.