રાજકોટમાં અનેક પુસ્તકાલયો વાંચન ભુખ સંતોષી રહ્યા છે: ૨૦મી સુધી ગ્રંથાલય સપ્તાહ ઉજવાશે

પુસ્તકો માનવજીવનમાં અતિ મહત્વનો હિસ્સો છે. ઘણીબધી વખત પુસ્તકોમાં લખેલા એક શબ્દને કારણે લોકોનું જીવન પરીવર્તન થઈ જતું હોય છે. કહેવાય છે કે જયારે પુસ્તકો સાથે હોય ત્યારે માણસ એકલતા અનુભવતો નથી અને ખરાઅર્થમાં પુસ્તકો જ માનવીનો સાચો સલાહકાર અને સાથી સાબિત થઈ શકે છે પરંતુ વ્યસ્ત જિંદગીમાં આપણે કયાંક પુસ્તકોનું મહત્વ ભુલી રહ્યા છે. કિતાબોના સમુદ્ર સમાન લાયબ્રેરી એટલે કે પુસ્તકાલયનું પણ એટલું જ મહત્વ છે કે જેટલું લેખકના લખાયેલા શબ્દોનું મર્મ છે.

ભારતમાં ૧૯૬૮માં રાષ્ટ્રીય લાયબ્રેરી વીકની શરૂઆત થઈ હતી. ઈન્ડિયન લાયબ્રેરી એસોસીએશન દ્વારા દર વર્ષે ૧૪મી નવેમ્બરથી ૨૦મી નવેમ્બર સુધી રાષ્ટ્રીય પુસ્તકાલય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. લાયબ્રેરી વીકની શરૂઆત પુસ્તકાલયના વિસરતા જતા મહત્વને લોકો સુધી પહોંચાડવાના હેતુથી કરવામાં આવી હતી. સામાન્ય રીતે દરેકને વાંચનનો શોખ હોય છે ત્યારે લેખકની ભાવના તેના યોગ્ય વાંચકો સુધી પહોંચે તે ખુબ જ જરૂરી છે જેના માટે પુસ્તકાલયો સતત કાર્યરત હોય છે. પુસ્તકાલય એવું સ્થળ છે કે જેને જ્ઞાનનું મહાસાગર કહી શકાય.2 51આ વીક દરમિયાન રોજે-રોજ વિવિધ કેટેગરી જેમ કે સાહિત્ય, સમાજ, સંસ્કૃતિ, ટેકનોલોજી, ખેલ-કુદ જેવા વિષયો પર નિબંધ લેખન, વાર્તાવાંચન જેવી વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવતી હોય છે. પુસ્તકાલયો જીવનના લક્ષ્યાંકને સાર્થક કરવા માટે વિચાર શકિત અને કલ્પના શકિતને વેગ આપવાની સાથે જીવન સ્તર પણ સુધારે છે. કહેવાય છે કે સંગત તેવી રંગત.3 31 જો તમે સારા પુસ્તકોની સંગત રાખશો તો તે જ્ઞાન વધારવાની સાથે સાથે જીવનની કેડી કંડારવાની ઉજજવળ તકો આપે છે. ત્યારે રાજકોટની વિવિધ લાયબ્રેરીમાં પણ યુવા વર્ગથી લઈ વૃદ્ધ સુધીની ઉંમરના લોકો પુસ્તકના અદભુત જ્ઞાનનો લાભ લે છે ત્યારે રાજકોટમાં શ્રોફ લાયબ્રેરી, રામકૃષ્ણ આશ્રમ લાયબ્રેરી, લેંગ લાયબ્રેરી, હરતું-ફરતું પુસ્તકાલય, રોટરી લાયબ્રેરી જેવા પુસ્તકાલયોમાં કેટલી એવી કિતાબો છે જે ખરેખર જ્ઞાનવર્ધક છે માટે આજની જનરેશનને જો મોબાઈલ ફોનમાંથી સમય મળે તો સંસ્કૃતિનો આ ખજાનો ખરેખર ફંફોળવા જેવો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.