“પુસ્તક થકી માણસ અને મંતવ્ય” જીવનમાં પુસ્તક એ ખાલી શબ્દો કે પન્ના નથી એ વ્યક્તિના વિચારનું વિસ્તૃતીકરણ છે સાથે એ માણસના વિચારોની જીવનશૈલી અને અસ્તિત્વ પણ છે.
ગુજરાતી ભાષામાં પુસ્તક ની શરૂઆત 1812માં થઈ હતી. ગુજરાતી ભાષાનું પ્રથમ પુસ્તક હતું “દાસ્તાન-એ મઝહાબ” આ પુસ્તક ગુજરાતી ભાષામાં રૂપાંતર હતું જે એક પારસી પાદરી ફરદુનજી મરઝબાન લિખિત હતી.
પુસ્તક ને અંગ્રેજીમાં બુક કહેવાય આ નામ માત્ર એમજ નથી પરંતુ એનો અર્થ એ કે પુસ્તક જ્ઞાનનો સમુન્દર છે. વાંચન એ માણસના જીવન માં એક બીજ જેવું કામ કરે છે જેને વાવવાથી જીવનમાં સંતોષ, ખુશી, પારદર્શકતા અને પોતાનામાં આત્મવિશ્વાશ વધે છે.
પુસ્તકને વાંચવાની અને ખરીદવાની અનેક રીતે હોય છે. જેમાં અમુક લોકો પુસ્તકને તેના છેલ્લા પન્નાના પ્રતિભાવ જોઈને ખરીદે છે, ઘણા નામ પરથી ખરીદે છે, ઘણા પુસ્તકના લેખક કોણ છે તે જોઈ ને ખરીદે છે, તથા ઘણા લોકો તેને એકલતાનો સાથી ગણીને ખરીદે છે. પુસ્તક ને વાંચવાની પણ અનેક રીતે હોય છે ઘણા લોકો પુસ્તક ઉપર રિસર્ચ કરી ને વાંચે છે, ઘણા લોકો પુસ્તક માંથી પ્રેરણા લેવા વાંચે છે, અમુક લોકો બીજા લોકોના સૂચનથી પુસ્તક વાંચે છે તો કોઈ પોતાના નવરાશના સમયે પુસ્તક વાંચે છે.
જીવનમાં પુસ્તક એ સહારો, સંબંધ અને સમતાનો ભાવ દર્શાવે છે. “વાંચી પુસ્તક લઇ જાવ જીવનને એક અનોખા વ્યક્તિત્વ તરફ” પુસ્તકને જો પ્રેમ કરવામાં આવે તો તેનાથી જીવનમાં પ્રેમનું જાતેજ સર્જન થઇ છે અને માણસ અને મંતવ્યને જાતેજ જોડાય એક સફળતાનો માર્ગ દોરી બતાવે છે.
અત્યારે જોવા જઈએ તો ભારતનો પુસ્તક બજાર હાલ વિશ્વમાં 6 ક્રમે છે. અને વધુ પડતી અંગ્રેજી ભાષાના પુસ્તકનું રૂપાંતર ભારતમાં થાય છે. અત્યારે પુસ્તકનું ભારતના બજારમાં મૂલ્ય 261 અબજ છે જે 2020 સુધીમાં 739 અબજે પહોંચે તેવી સંભાવના છે.
આ પુસ્તક પ્રેમી દિવસે રાજકોટ વાસીઓ મહાનગરપાલિકા દ્વારા પશ્ચિમઝોન વિસ્તારમાં બનાવાયેલી નવી લાઇબ્રેરીમાં જવાનું ચૂકશો નહિ.
દુનિયાની સૌથી નાની પુસ્તક છે “ટીની ટેડ ફ્રોમ ટર્નીપ ટાઉન” જેને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા વિશ્વની સૌથી નાની પુસ્તકનું પ્રમાણપત્ર મળ્યું છે. આ બુક માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીને પણ વાંચવા માટે ખૂબ નાની છે.
વિશ્વની સૌથી મોટી પુસ્તક દુબઇમાં બનાવવામાં આવેલ છે જે પ્રોફેટ મુહમ્મદે 2012માં બનાવેલી છે. તેનું માપ છે 16.40 x 26.44 ફૂટ.