એસ.ટી.ડેપોમાં બુકિંગ વિન્ડોમાં ૧૯૦૬, ઈ-ટિકિટી ૪૬૮ અને મોબાઈલ બુકિંગી ૧૮ ટિકિટ એક જ દિવસમાં નોંધાઈ: રૂ. ૪.૧૦ લાખની આવક

દેશભરમાં ડિજીટલ ઈન્ડિયા અને કેશલેસ વ્યવહારોને મોટાપાયે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ત્યારે રાજકોટ એસ.ટી. ડીવીઝન પણ તેમાંી બાકાત ની. ગઈકાલે એક જ દિવસમાં રાજકોટ એસ.ટી. ડિવિઝનમાં રેકોર્ડ બ્રેક ૨૩૯૨ ટિકિટ બુકિંગ ઈ હતી. જેની એસ.ટી. ડિવિઝનને વધારાની ૪.૧૦ લાખની આવક પણ ઈ હોવાનું વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ

જણાવ્યું છે.

સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતા રાજકોટમાં દરરોજ ૧૨૦૦ી વધુ એસ.ટી.બસોની આવન-જાવન ઈ રહી છે. રાજકોટી રાજયભરના કોઈપણ ખુણે જવા માટે તેમજ રાજય બહાર એટલે કે,મહારાષ્ટ્ર, રાજસન સહિતના ‚ટ ઉપર પણ નવી બસો શ‚ કરવામાં આવી છે. ત્યારે મુસાફરોએ એડવાન્સ ટિકિટ બુકિંગ કરવા માટે ઓનલાઈન સીસ્ટમ અપનાવી હોય તેમ ગઈકાલે એક જ દિવસમાં ૨૩૯૨ ટિકિટ એડવાન્સ બુક ઈ હતી. જે અત્યાર સુધીનો સૌી મોટો રેકોર્ડ ગણવામાં આવે છે.

રાજકોટ એસ.ટી.ડેપોના એડવાન્સ બુકિંગ વિન્ડો ખાતે ગઈકાલે ૧૯૦૬ ટિકિટ બુકિંગ મુસાફરોએ કરી હતી. જેની એસ.ટી.નિગમે ૩,૩૫,૪૪૪ ‚પિયાની આવક ઈ હતી. જયારે ઈ-ટિકિટના માધ્યમી ૪૬૮ ટિકિટો બુક કરવામાં આવી હતી. જેની કુલ આવક ૭૨,૮૪૪ ઈ છે. આ ઉપરાંત મોબાઈલ બુકિંગી ૧૮ ટિકિટ બુક કરવામાં આવી હતી. જેની ‚ા.૨૫૮૩ની એસ.ટી. નિગમને આવક ઈ છે.

મુસાફરોની સુવિધામાં દિન-પ્રતિદિન વધારો કરવા માટે એસ.ટી.નિગમ વધારાની સવલતો પણ આપી રહ્યું છે જેમાં કોઈપણ એસ.ટી.ડેપોમાં રિઝર્વેશન કરવવા માટે વધારાની વિન્ડો શ‚ કરાવવામાં આવી છે. આ ઉપરાંત એસ.ટી.ની વેબસાઈટ ઉપરી ઓનલાઈન પણ ટિકિટ બુકિંગ કરી શકાય છે. વધારામાં તાજેતરમાં એસ.ટી.નિગમે લોન્ચ કરેલી એપ્લીકેશનના માધ્યમી પણ મુસાફરો કોઈપણ સ્ળની એડવાન્સ બુકિંગ કરી શકે છે.

આ તમામ સવલતોનો રાજકોટના મુસાફરોએ ગઈકાલે એક જ દિવસમાં લાભ લીધો હોય તેમ ડેપો પર એડવાન્સ બુકિંગ, ઈ-ટિકિટ બુકિંગ અને મોબાઈલ બુકિંગના માધ્યમી કુલ ૨૩૯૨ ટિકિટો એક જ દિવસમાં બુક કરી નવો રેકોર્ડ સપિત કર્યો હતો. આ તમામ એડવાન્સ બુકિંગની રાજકોટ એસ.ટી.ડીવીઝનને ૪,૧૦,૮૭૧ ‚પિયાની વધારાની આવક ઈ હોવાનું વિભાગીય નિયામક દિનેશભાઈ જેઠવાએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.