ધો.૧૦ના સંસ્કૃત અને ધો.૧૨ના કોમ્પ્યુટર પેપરમાં વ્યાકરણ, વાકય રચના અને સ્પેલીંગ મિસ્ટેકને લઈ વિદ્યાર્થીઓ પરેશાન

સંસ્કૃત અને કોમ્પ્યુટરના પેપરમાં ગડબડીને લઈ વિદ્યાર્થીઓને એક-એક માર્કસની લ્હાણી કરાશે

ધો.૧૦-૧૨ બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ માટે ખૂબજ મહત્વની રહેતી હોય છે. બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ અગાઉથી તૈયારીઓ શરૂ કરી પરંતુ કયાંક શિક્ષકો તેમાં કાચા પડયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ધો.૧૦ના સંસ્કૃત વિષયના પેપરમાં ભુલોને કારણે વિદ્યાર્થીઓએ મુશ્કેલી વેઠવી પડી હતી.

મંગળવારના રોજ ધો.૧૨ ગુજરાત બોર્ડની કોમ્પ્યુટરની પરીક્ષામાં પણ વાકય રચના, વ્યાકરણ અને સ્પેલીંગ મીસ્ટેક જેવી કેટલીક ભુલોને કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીઓએ તો મહેનત કરી હતી પરંતુ કયાંક પેપર તૈયાર કરનારા નિષ્ણાંતોએ પુરતી મહેનત નહોતી કરી.

ગુજરાત પ્રાથમિક અને ઉચ્ચત્તર શૈક્ષણિક બોર્ડે બુધવારે જાહેરાત કરી હતી કે, ધો.૧૨ બોર્ડની કોમ્પ્યુટરની પરીક્ષામાં ચકાસણી વખતે કુલ માર્કસમાં બે માર્કસ બોર્ડન આપવામાં આવશે. આ જ પ્રકારે ધો.૧૦ના સંસ્કૃતના પેપરમાં પણ કરવામાં આવશે. વિદ્યાર્થીઓ દ્વારા બન્ને પેપરોમાં એક-એક માર્કસ વધુ ઉમેરવાની ફરજ ત્યારે બની હતી. કારણ કે, પ્રશ્ર્નપત્રોમાં જવાબ ભરવા અંગે કોઈ ખાસ અંડરલાઈન કરવામાં આવી ન હતી. ઘણી વખત પાંચ પ્રશ્નો વિકલ્પમાં આવ્યા હોય તેમાંથી બે પ્રશ્નો લખવાના છે તેવી સુચના નોંધવામાં આવતી આવતી હોય છે. પરંતુ બન્ને પેપરોમાં આ પ્રકારની સુચના ગાયબ થઈ જતાં વિદ્યાર્થીઓ પ્રશ્નો ભરી જ નહોતા શકયા. ત્યારે શિક્ષણ વિભાગની માઠી દશાની છબી ઉપસી આવી હતી.

પેપરમાં ગ્રામેટીકલ મિસ્ટેકથી લઈ વાકય રચના, સ્પેલીંગ મિસ્ટેક અને પ્રિન્ટીંગ મિસ્ટેક જેવી ભુલો રહી ગઈ હતી જેને ધ્યાનમાં લઈ હવે વિદ્યાર્થીઓને પરીક્ષામાં એક-એક માર્કસની લ્હાણી કરવાનો નિર્ણય લેવાયો છે. જો કે, ત્યારબાદ બોર્ડના નિષ્ણાંતોની પેનલ બેઠી હતી.

ત્યારે તેમાં શિક્ષણ વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે, સંસ્કૃત તેમજ કોમ્પ્યુટરના પેપરમાં રહી ગયેલી ભુલોની અસર વિદ્યાર્થીઓના ગ્રેડ ઉપર અસર કરશે નહીં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.