નલીયા 6.2 ડિગ્રી, અમરેલી 9.6 ડિગ્રી, રાજકોટ 10 ડિગ્રી સાથે કાતીલ ઠંડીમાં ઠુંઠવાયા
સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજયભરમાં કાતીલ ઠંડીનુ: જોર યથાવત છે આવતીકાલથી ઠંડીનું જોર વધે તેવી શકયતા પણ હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. બર્ફિલા પવનના સુસવાટાના કારણે જનજીવન થર થર ધ્રુજી રહ્યું છે. ફેબ્રુઆરી માસમાં પણ ઠંડી ધુ્રજાવતી રહેશે.કચ્છનું નલીયા આજે 6.2 ડિગ્રી સેલ્સીયસ સાથે રાજયનું સૌથી વધુ શહેર રહેવા પામ્યું હતું. અમરેલીનું તાપમાન પણ સિંગલ ડિજિટમાં 9.6 ડિગ્રી નોંધાયું હતું.
ગીરનાર પર્વત પર પારો 8.6 ડિગ્રીએ પહોંચી ગયો હતો. આ ઉપરાંત અમદાવાદનું લધુતમ 10 ડિગ્રી, વડોદરાનું તાપમાન 11.6 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 13 ડિગ્રી, ભુજનું તાપમાન 10.4 ડિગ્રી, દમણનું તાપમાન 13.4 ડિગ્રી, દિવનું તાપમાન 11.8 ડિગ્રી, ડિસાનું તાપમાન 11.2 ડિગ્રી, દ્વારકાનું તાપમાન 14.5 ડિગ્રી, ગાંધીનગર 10.7 ડિગ્રી, પોરબંદરનું તાપમાન 10.8 ડિગ્રી અને વેરાવળનું તાપમાન 12.6 ડિગ્રી નોંધાયું હતું.
ઉતર ભારતના પહાડી રાજયોમાં બરફ વર્ષાના કારણે આવતીકાલથી રાજયમાં ઠંડીનું જોર વધશે તેવી આગાહી આપવામાં આવી છે.