હેરકટની સાથે બીઅર્ડના નવા લૂક માટે રાજકોટવાસીઓને મળ્યો શ્રેષ્ઠ વિકલ્પ: ઉદઘાટન પ્રસંગે અનેક મહાનુભાવોની ઉપસ્થિતિ
રાજકોટમાં જાણીતું નામ બોનાન્ઝા સલૂન તેનું નવું સોપાન બોનાન્ઝા મેન્સ સલૂનનું અક્ષર કોમ્પલેક્ષ, ફસ્ટ ફલોર પટેલ ગર્લ્સ હોસ્ટેલની સામે શરૂ કરવામાં આવ્યું છે. બોનાન્ઝા સલુન પોતાની બેસ્ટ ટ્રીટમેન્ટ આપવા માટે જાણીતું છે. ત્યાં નવા ખુલેલા મેન્સ સલૂનમાં પણ લોકોને બેસ્ટ ટ્રીટમેન્ટ આપવામાં આવશે. સલૂનના ઓપનીંગ પ્રસંગે બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા.
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન બોનાન્ઝા સલૂનના ભાવિનભાઈએ જણાવ્યું હતું કે, બોનાન્ઝા સલૂનનું નામ સૌ કોઈએ સાંભળ્યું જ હશે. અમે અમારી બેસ્ટ કવોલીટી, બેસ્ટ ટ્રીટમેન્ટ આપવા માટે જાણીતા છીએ. લોકોનો અમને ખૂબ જ સારો સપોર્ટ મળ્યો છે. ત્યારે આજે અમે બોનાન્ઝા મેન્સ સલૂનનું નવું સોપાન શરૂ કરવામાં આવ્યું છે. જે અક્ષર કોમ્પલેક્ષ પહેલો માળ પર પટેલ ગર્લ્સ હોસ્ટેલની સામે આવેલ છે. અત્યારે મેન્સ પણ સ્ક્રીન કેર ટ્રીટમેન્ટ કરાવતા હોય છે. જેમાં હાલમાં બ્રિઅર્ડ લૂકનો ખૂબ જ ક્રેઝ છે. ત્યારે અમે અમારી બેસ્ટ સર્વિસીસ અમારા ગ્રાહકોને પૂરી પાડીશું.
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન પિન્ટુભાઈ જણાવ્યું હતું કે, આજે અમે નવું બોનાન્ઝા મેન્સ સલૂનનો નવા સોપાનને શરૂ કરવા જઈ રહ્યાં છીએ. અત્યારે માર્કેટમાં મેન્સ માટેની ટ્રીટમેન્ટનો ટ્રેન્ડ છે. અમે ગર્લ્સ માટેની ટ્રીટમેન્ટમાં તો એકસ્પર્ટ છીએ. પરંતુ અત્યારે મેન્સ પણ બધી જ ટ્રીટમેન્ટ કરાવતા હોય છે. અત્યારે સ્પેશ્યલી બ્રિયર્ડ લૂકનો ખૂબ જ ક્રેઝ છે તેથી અમોને થયું કે આમાં પણ અમારે એકસપાન્ડ કરવું પડશે. અમે ફકત સલૂન જ નહીં પરંતુ એકેડમી પણ ચલાવીએ છીએ. તેમાં પણ અમારું સારું પ્રભુત્વ છે.