ર્નોથ ઈસ્ટમાં સુરક્ષા વધારવા તરફ સરકારનું પગલુ: નથુલા પોસ્ટ સહિતના વિસ્તારોમાં સર્વેલન્સ દ્રઢ બનાવવાનું લક્ષ્ય

ચીન સરહદે હાઈટેક કેમેરાથી બાજ નજર રાખવાની તૈયારી ભારત સરકારે કરી છે. આ ઉપરાંત સરહદે લડાકુ વિમાનો માટે સેલ્ટરનું નિર્માણ કરવામાં આવશે. આ સેલ્ટર ઉપર બોમ્બમારો થશે તો પણ તેને નુકશાન નહીં થાય તે પ્રકારનું રહેશે. અત્યાર સુધી ભારતની નજર પાકિસ્તાન સરહદે હતી. જો કે હવે ચીન સરહદની સુરક્ષાની ગંભીરતાને પણ ધ્યાને લેવાઈ છે. હવે ર્નોથ ઈસ્ટમાં ડિફેન્સની ગતિવિધિ સરકારે વધારી છે.

તાજેતરમાં ભારતના સંરક્ષણ મુદ્દે સ્ટેન્ડીંગ કમીટી દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. જેને શુક્રવારે લોકસભામાં મુકવામાં આવશે. આ રિપોર્ટ તૈયાર કરનાર કમીટીએ ગત તા.૪ થી ૯ નવેમ્બર દરમિયાન ભારતના ર્નોથ ઈસ્ટ વિસ્તારની મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ કમીટીએ સર્વેલન્સ કેમેરા મુકવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ર્નોથ ઈસ્ટમાં એવી ઘણી જગ્યા છે જ્યાં હાઈટેક કેમેરા મુકવાની જરૂર છે. આવા ૧૬ સ્થળોને શોધી કઢાયા છે. આ કેમેરાના માધ્યમથી સરહદ પરની ગતિવિધિ પર નજર રાખી શકાય છે.

7537d2f3 19

ચીન સરહદને સર્વેલન્સ મામલે ૨ વર્ષ પહેલા પણ કેટલીક રજૂઆતો કમીટી દ્વારા થઈ હતી. જેના અનુસંધાને સરકારે ભારતીય સૈન્યના કમાન્ડર્સને સ્પેશ્યલ ફાયનાન્સ પાવર આપ્યા હતા. આ સત્તાના કારણે કમાન્ડર્સ ઈમરજન્સીની સ્થિતિમાં ભંડોળનો ઉપયોગ તત્કાલ કરી શકે છે. આ સત્તા આપી હોવા છતાં હજુ સુધી ચીન સરહદે સર્વેલન્સ માટે સંશાધનો મુકવામાં આવ્યા ન હોવાનું જણાવાયું છે. ઈસ્ટન કમાન્ડ અને ર્નોથ બોર્ડરને તાત્કાલીક ધોરણે સર્વેલન્સ ઈકવીકપમેન્ટની જરૂરીયાત છે. નથુલા પોસ્ટને પણ આ નીતિ માટે ખાસ ધ્યાને રાખવામાં આવ્યું હતું.

ચીનની સરહદે માત્ર સર્વેલન્સ કેમેરા જ ગોઠવવામાં નહીં આવે પરંતુ તેની સાથે બે પ્રકારના સેલ્ટરનું નિર્માણ પણ થશે. એક એવું સેલ્ટર રહેશે જેમાં લડાકુ વિમાનોને રાખી શકાશે. આ સેલ્ટર બોમ્બ પ્રુફ રહેશે. યુદ્ધની સ્થિતિમાં વિમાનોને સુરક્ષીત રાખી શકાશે. જ્યારે અન્ય એક સેલ્ટર સનપ્રુફ રહેશે જ્યાં સૈન્યને લગતી વિવિધ વસ્તુઓ રાખવામાં આવશે. આ બન્ને સેલ્ટર આસામના તેજપુર અને ચાબુઆમાં બનાવવામાં આવશે તેવું માનવામાં આવે છે. આ અત્યાધુનિક સેલ્ટર બનાવવા પાછળ મસમોટી રકમ વાપરવામાં આવશે તેવું પણ જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.