રાજકોટ શહેર પોલીસ કંટ્રોલ રૂમને આજે સવારે બસપોર્ટના સુપરવાઇઝર નો કોલ આવ્યો હતો કે પેટ્રોલિંગ દરમિયાન બસ સ્પોર્ટમાં એક શંકાસ્પદ બોક્સ દેખાયું હોય અને તેમાં બોમ્બ હોવાની શક્યતા છે
કોલ આવતા તાત્કાલિક કંટ્રોલ રૂમે રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ , અધિક પોલીસ કમિશનર સૌરભ તંબોલી, નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ , નાયબ પોલીસ કમિશનર ઝોન ટુ સુધીર દેસાઈ ક્રાઇમ ક્રાઈમ બ્રાન્ચ ના વાયબી જાડેજા સહિતનો કાફલો તાત્કાલિક પગલાં લેવાની સૂચના જારી કરવામાં આવી હતી.
આદેશો ના પગલે બી ડી એસ ટીમ ક્રાઈમ બ્રાન્ચ ટીમ અને એ.ડીવી પોલીસ સ્ટેશન તથા ટ્રાફિક પોલીસ ફાયર બ્રિગેડ અને તાત્કાલિક જાણ કરીને તમામ ટીમો તાત્કાલિક રાજકોટ બસપોર્ટ પર સ્ટેન્ડ બાય થઈ ગઈ હતી અને સુરક્ષાના તમામ સાધનો કીટ સાથે શંકાસ્પદ બોક્ષ નો કબજો લીધો હતો અને તાત્કાલિક સમગ્ર બસ સ્ટેન્ડમાં ચેકિંગ કરી ક્યાંય વાંધાજનક વસ્તુ નથી ને? તેની તપાસ આરંભવી દીધી હતી પરંતુ કોઈ વાંધાજનકવસ્તુ મળી ન હતી કંટ્રોલરૂમને જાણ થતા તાત્કાલિક પોલીસ ટિમે પગલા લઈ સબ સલામત ની આલબેલ વગાડી હતી પાછળથી આ સમગ્ર ઘટનાક્રમ મોબિલ હોવાનું ખુલ્યું હતું અને રાજકોટ પોલીસ પરીક્ષામાં પાસ થઈ હતી.