જમ્મુમાં શનિવારે એક બસ સ્ટેનમાં ઓછી તીવ્રતા વાળો એક બોમ્બ વિસ્ફોટ થયો હતો.આ વિસ્ફોટમાં હજુ કોઈ જાનહાનિ થયાના સમાચાર નથી.વિસ્ફોટના સમાચાર મળતાની સાથે પોલીસ ઘટના સ્થળે પોહચી.
શીયાળામાં હિમપ્રાત અને ઝાકાળનો ફાયદો લઈને પાકિસ્તાન મોટાભાગે ઘુસળખોરી કરવામાં સફળ થયા છે.સુરક્ષાદળોને તાજેતરમાં સીમાપાર પાકિસ્તાન અધિકૃત કશ્મીર(POK)માં કેટલાય આંતકવાદી ઘુસળખોરી માટે તૈયાર છે તેવા સમાચાર પણ મળેલ હતા.એકવાર ઘુસળખોરી કર્યા પછી આંતકવાદી બોમ્બ વિસ્ફોટ સિવાય. સુરક્ષાદળો પર હુમલા જેવી ઘટનાને અંજામ આપે છે.
શુક્રવારની વાત કરવામાં આવે તો સુરક્ષાદળોએ દક્ષિણ કશ્મીરમાં પુલવામા જિલ્લાના અવંતીપોરામા થયેલ અથડામળમા હિજબુલ મુજાહિદ્દીનનો સ્થાનિક આંતકવાદી માર્યો ગયો.આ વચ્ચે સ્થાનિક આંતકવાદીના મૃત્યુના સમાચાર મળતા પુલવાના જિલ્લા પ્રદર્શન શરૂ થઈ ગયા.રસ્તાપર ઊતરેલ સ્થાનિક લોકોએ સુરક્ષાદળો પર પથ્થરમારો કર્યો.