પરેશ રાવલ અને અનુપમ ખેરના નામની વિચારણા બાદ અકકીના નામ પર પસંદગીનો કળશ ઢોળાયો
અક્ષયકુમાર બોલીવૂડનો મીસ્ટર કલીન છે. હજુ હમણા જ તેને પિલ્મ ‘‚સ્તમ’ માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો. આ સિવાય ગત વર્ષે તેની અન્ય બે ફિલ્મો ‘એરલિફટ’ અને ‘હાઉસફૂલ-૩’ બોકરા ઓફીસ પર સુપરહીટ ગઈ હતી હવે તેનીઆગામી ફિલ્મ ‘ટોઈલેટ-એક પ્રેમ કથા’ પણ અત્યારથી જ ચર્ચામાં છે.
ખાસ કરીને રાજકીય ગલિયારાઓમાં પણ ટોઈલેટ ફિલ્મ ઉત્સુકતા જગાવી છે.
સ્વચ્છ ભારત અભિયાનનો સંદેશ આપતી આ ફિલ્મથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખૂબજ પ્રભાવિત થયા છે. ફિલ્મનો હીરો અક્ષયકુમાર નવી દિલ્હી ખાતે વડાપ્રધાનને મળ્યો હતો. ત્યારે મોદીએ અકકીને બિરદાવ્યવો હતો.
હવે ચર્ચા છે કે એક ફિલ્મ બની રહી છે. તેમાં અક્ષયકુમાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકા ભજવવાનો છે. જો કે, હજુ સંપૂર્ણ વિગતો બહાર નથી આવી.
મોદીની ભૂમિકા માટે પરેશ રાવલ અને અનુપમ ખેરના નામની પણ વિચારણા કરવામાં આવી હતી અંતે અક્ષયકુમારનું નામ નકકી કરવામાં આવ્યું છે.
અક્ષયકુમાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકાને ન્યાય આપી શકશે તેવું પ્રોડકશન હાઉસને લાગે છે. કહેવું પડશે કે અક્ષયકુમાર હવે લગભગ દરેક ભૂમિકામાં ઢળી જાય છે. જોઈએ કે તે નરેન્દ્ર મોદી કેવો બની શકે છે.
અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ વિશે પણ એક ફિલ્મ બની રહી છે. જેમાં સિંઘની ભૂમિકા પીઢ અભિનેતા અનુપમ ખેર ભજવી રહ્યા છે.