આજે બૉલીવુડના કિંગ ખાનનો 53મો જન્મદિવસ છે. જેની ચર્ચા આજે બૉલીવુડ જગતમાં થઈ રાહી છે. બૉલીવુડ, બૉલીવુડ અને શાહરુખ ખાનના તમામ ફેન આજે તેને જન્મદિવાસની શુભકામાના પાઠવી રહ્યા છે. લોકોનો આવો પ્રેમ જ તેમના જન્મદિવાસની સૌથી મોટી ભેટ છે.
શાહરૂખ ખાનનો જન્મ 2 નવેમ્બર 1965ના રોજ રાજધાની દિલ્હીમાં થયો હતો. બૉલીવુડના કિંગ ખાન ને બાળપણથી જ એક્ટિંગનો શોખ હતો. શાહરૂખ ખાને દિલ્હીની સેંટ કોલંબસ સ્કૂલમાંથી પોતાનો સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ તેમણે દિલ્હીની હંસરાજ કોલેજમાથી અર્થશાસ્ત્ર વિષયમાં ડિગ્રી મેળવી હતી. અને ત્યારબાદ તેમણે જામિયા માલિયાઇસ્લામિયા વિશ્વવિદ્યાલય માથી જંસંચારમાં માસ્ટર ડિગ્રી પણ મેળવી હતી.
શાહરૂખ ખાનના પિતા મેજર જનરલ અને માં હાઉસવાઇફ હતા. શાહરુખ ખાને દિલ્હીમાં થિયેટરનો અભ્યાસ કર્યો અને તેમને પહેલો બ્રેક ટીવી સિરીયલ ‘સર્કસ’માં મળ્યો. ફિલ્મમાં પ્રથમ ભૂમિકા તેમણે ‘ધ ઇડિયટ’માં ભજવી. ત્યારબાદ તેમની આગામી ફિલ્મ ‘રામજાને’ હતી.
શાહરૂખની શ્રેષ્ઠ જાણીતી ફિલ્મો જેમ કે ‘દિલવાલે દુલ્હનીયા લે જાયેંગે’ (૧૯૯૫), ‘કુછ કુછ હોતા હૈ’ (૧૯૯૮), ‘ચક દે ઇન્ડિયા’ (૨૦૦૭) અને ‘ઓમ શાંતિ ઓમ’ (૨૦૦૭) બોલીવુડની સૌથી મોટી હીટ ફિલ્મો બની રહી હતી.
જ્યારે ફિલ્મ જેવી કે ‘કભી ખુશી કભી ગમ’ (૨૦૦૧), ‘કલ હો ના હો’ (૨૦૦૩), ‘વીર-ઝારા’ (૨૦૦૪) અને ‘કભી અલવિદા ના કહેના’ (૨૦૦૬) વિદેશી બજારોમાં ટોચના ઉત્પાદનો બની ગઇ હતી, અને ખાનને હિન્દી સિનેમામા અત્યંત સફળ અભિનેતાઓમાંના એક તરીકે પ્રસ્થાપિત કર્યા હતા. ઇ.સ. ૨૦૦૦થી ખાને ફિલ્મ નિર્માણનો તેમજ ટેલિવીઝન પ્રેઝન્ટીંગનો પ્રારંભ કર્યો હતો. તેઓ બે નિર્માતા કંપનીઓ ડ્રીમ્ઝ અનલિમીટેડ અને રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટના સ્થાપક અને માલિક છે. ૨૦૦૮માં ન્યૂઝવીક સામયિકમાં તેમને વિશ્વમાં ૫૦ સૌથી શક્તિશાળી લોકોમાંના એક તરીકે સમાવવામાં આવ્યા હતા.
બૉલીવુડના કિંગ ખાને પોતાનો બંગલો ‘મન્નત’ને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યો હતો. અને તે પોતાનો આ 53 મો જન્મદિવસ ત્યાજ સેલિબ્રેટ કરશે.
Mumbai: Shahrukh Khan waves to fans who gathered outside his residence on his 53rd birthday. #Maharashtra pic.twitter.com/e4Zq86u7VG
— ANI (@ANI) November 1, 2018