કહેવાય છે કે જેમ પેઠી બદલાય તેમ સ્ટાર પણ બદલાય છે. જો કે બોલીવૂડ ગ્રેટેસ્ટ શો-મેન રાજ કપૂરના બધા લોકો ફેન્સ છે. રાજ કપૂરની ફિલ્મોના ગીતો આજે પણ ઓટો રીક્ષા કે બસમાં જરૂર સાંભળવા મળે છે. આજે પણ ઘણા લોકો રાજ કપૂરની ફિલ્મોના ગીતો સાંભળતા સાંભળતા મસ્તમૌલા બની જાય છે. રાજ કપૂરનો જલવો આજે પણ યથાવત છે એવું કહેવામાં કદાચ જરાય ખોટું નહીં હોય. બોલીવૂડના શો-મેન તરીકે ઓળખાતા રાજ કપૂરે આજના દિવસે એટલે કે 2 જુને દુનિયાને અલવીદા કર્યું હતું. જો કે રાજ કપૂરનું અંગત જીવન પણ કોઇ ફિલ્મની કહાનીથી જરાય ઉતરતું ન હતું. પરિવાર ફિલ્મી હોવા છતા રાજ કપૂરે રાજાની જેમ ઉછેર પણ મળ્યો અને તેઓએ સ્પોટબોયની જેમ ફિલ્મોના સેટ પર કામ પણ કર્યું હતું. રાજ કપૂર ભલે આજે આપણી વચ્ચે નથી પરંતુ તેમના જીવનનો સંઘર્ષ, સફળતાની કહાની અનેક યંગસ્ટર્સને પ્રેરણા જરૂર આપે છે. આવા જ કેટલાક કિસ્સા જાણી તમે દંગ રહી જશો.

સાફ-સફાઇનું કામ કરતાં હતા રાજ કપૂર

શું તમને ખબર છે કે રાજ કપૂરે પોતાની પ્રથમ નોકરી પોતાના જ પિતા પૃથ્વીરાજ કપૂરના સ્ટુડિયોમાં કરી હતી. એ દિવસોમાં રાજ કપૂર સ્ટુડિયોમાં સાફસફાઇનું કામ કરતાં હતા. સ્ટુડિયોની સાફ સફાઇ કરવાના બદલામાં એક રૂપિયાનો પગાર પણ મળતો હતો. રાજ કપૂરે 1935માં ફિલ્મ ઇંકલાબથી પોતાની ફિલ્મી કરીયરના સફરની શરૂઆત કરી હતી. જો કે આ ફિલ્મમાં તેઓ બાળ કલાકાર તરીકે નજરે આવ્યા હતા. એ સમયે તેઓ માત્ર 10 વર્ષના જ હતા.
Raj K
રાજ કપૂરનો યાદગાર કિસ્સો

કહેવામાં આવે છે કે રાજ કપૂરને તેમના પિતા પૃથ્વીરાજ કપૂરે એક વખત ડિરેક્ટર કેદાર શર્માની ફિલ્મના સેટ પર ક્લેપર બોયનું કામ કરવાની સલાહ આપી હતી. (ક્લેપર બોય એટલે કે કેમેરાની બાજુમાં સફેદ બોર્ડ પકડનાર વ્યક્તિ). રાજ કપૂરે હોશે હોશે આ શરૂ કર્યું હતું. જો કે અહીં વિષકન્યા ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યં હતું એ દરમિયાન ભૂલથી રાજ કપૂર પર કમેરો આવી ગયો.

ડિરેક્ટરે ફટકાર્યો ફડાકો

વિષકન્યા ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યં હતું એ દરમિયાન ભૂલથી રાજ કપૂર પર કમેરો આવી ગયો બાદમાં ભૂલથી રાજ કપૂરનો ફ્લેપબોર્ડ ફિલ્મના અભિનેતાની દાઢી સાથે ફંસાઇ ગયો અને નકલી દાઢી નીકળી ગઇ હતી. આ વાતથી ડિરેક્ટર કેદાર શર્મા એટલા નારાજ થયા કે તેઓએ રાજ કપૂરને પાસે બોલાની એક થપ્પડ મારી હતી.

ગ્રેટેસ્ટ શો-મેનની ક્યાંથી શરૂઆત થઇ

થપ્પડ માર્યા બાદ કેદાર શર્માને ઘણો અફસોસ પણ થયો હતો. બાદમાં બીજા જ દિવસે કેદાર શર્માએ પોતાની ભૂલ સુધારવા રાજ કપૂરને સેટ પર બોલાવી ફિલ્મ નીલકમલ સાઇન કરવા કહ્યું. બસ બીજું શું..અહીંથી જ રાજ કપૂર નામના સૂર્યનો બોલીવૂડમાં ઉદય થયો. એક પછી એક ફિલ્મોમાં રાજ કપૂર પોતાની ફિલ્મનો જાદુ ચલાવતા ગયા અને બની ગયા બોલીવૂડના ગ્રેટેસ્ટ શો-મેન.

પર્સનલ લાઇફને લઈ રહ્યા ચર્ચામાં
Raj N
રાજ કપૂર એવા સ્ટાર્સમાંના એક હતા જે ફક્ત તેમના પ્રોફેશનલ જ નહીં, પરંતુ તેની પર્સનલ લાઇફથી પણ ચર્ચામાં રહ્યા હતા. રાજ કપૂર અને નરગિસની લવ સ્ટોરી પણ હેડલાઇન્સમાં રહી છે. રાજ કપૂર સાથેની નરગિસની ઓનસ્ક્રીન જોડી લોકોને ખૂબ પસંદ આવી હતી. ઓફસ્ક્રીન પણ બંનેના પ્રેમને લઈને ઘણી ચર્ચાઓ થઈ હતી. જેનો ઉલ્લેખ રાજ કપૂરના પુત્ર અને દિવંગત અભિનેતા ઋષિ કપૂરે તેમની જીવનચરિત્ર બુક ‘ખુલ્લમ ખુલ્લા’માં પણ કર્યો છે.

ઋષિ કપૂરે પોતાની આત્મકથામાં લખ્યું છે, ‘જ્યારે મારા પિતા રાજ કપૂર 28 વર્ષના હતા, ત્યારે તેમણે હિન્દી સિનેમાના ‘શોમેન’નું બિરુદ મળ્યું હતું. તે સમયે મારા પિતા તેમની ગર્લફ્રેન્ડના પ્રેમમાં હતા. મારા પિતાની ગર્લફ્રેન્ડ તેની કેટલીક હિટ ફિલ્મ ‘આગ’, ‘બરસાત’ અને ‘અવરા’માં હિરોઇન હતી.’

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.