સૌથી પ્રિય સ્ટાર કપલ અથવા તો ‘શેર શાહ’ કપલ આખરે ત્રણ વર્ષના ડેટિંગ બાદ લગ્ન ગ્રંથીમાં બંધાયા છે. રાજસ્થાનના જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં છેલ્લા બે દિવસથી ચાલી રહેલી સિદ્ધાર્થ-કિયારાના લગ્નની વિધિઓ બાદ આજે તેઓ સાત ફેરા લીધા હતા. આ સ્ટાર કપલના લગ્નનો ભાગ બનવા બંનેના પરિવાર સહિત ઈન્ડસ્ટ્રીની ઘણી પ્રતિષ્ઠિત હસ્તીઓ પણ પહોંચી હતી . જેમાં કરણ જોહરથી લઈને શાહિદ કપૂર, ઈશા અંબાણીના નામનો પણ સમાવેશ થાય છે.
હેન્ડસમ લાગી રહ્યા હતા વરરાજા સિદ્ધાર્થ
સાત ફેરા લીધા બાદ સિદ્ધાર્થ-કિયારા પતિ-પત્ની બની ગયા છે. લગ્ન જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં શાહી શૈલીમાં થયા હતા. આ દરમિયાન હોટલની અંદરથી લગ્નની માહિતી બહાર આવવા લાગી છે. લગ્ન પૂરા થયા પછી બેન્ડના એક સભ્યએ જણાવ્યું કે સિદ્ધાર્થ વર તરીકે ખૂબ જ સુંદર દેખાઈ રહ્યો છે.
આમ તો બન્નેની જોડી ખુબ જ મશહુર છે લોકો તેમના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા ત્યારે કિયારા અને સિદ્ધાર્થે તેમના લગ્ન માટે સિલ્વર કલરના આઉટફિટ્સ પસંદ કર્યા હતા. બંનેની જોડી શાનદાર લાગી રહી હતી.
જેસલમેરના સૂર્યગઢ પેલેસમાંથી લગ્નની શહેનાઈઓ અને અંદરનો જશ્ન બહાર સંભળાય રહ્યો હતો . રિપોર્ટ્સ અનુસાર, વરરાજા એટલે કે સિદ્ધાર્થે લગ્નમાં એન્ટ્રી કરી લીધી છે. ‘સાજન જી ઘર આયે’ ગીત પર સિદ્ધાર્થે મંડપમાં એન્ટ્રી કરી હતી.
ફેરોથી પહેલા જ મંડપની તસવીરો વાયરલ
સિદ્ધાર્થ અને કિયારાના લગ્ન પહે જ તેમના મંડપની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેને સિદ્ધાર્થ અને કિયારાના લગ્નનું સ્થળ કહેવામાં આવી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે કિયારા અને સીડના લગ્નની થીમ ગુલાબી છે.