બોલિવૂડ સ્ટાર રીતિક રોશનએ કંગના રનૌતની વિરુદ્ધમાં ૨૯ પેજની ફરિયાદ કરી છે. રીતિકના વકીલ મહેશ જેઠમલાણીએ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરી છે. રીતિકે પોતાનો ફોન અને લેપટોપ પોલીસને સોંપી દીધા છે. રીતિકની તરફથી તેના વકીલે ફરિયાદમાં જણાવ્યું હતું કે કંગના નિયમિત તેનો પીછો કરી રહી હતી અને તેણે રીતિકને તેનો ‘ઈન્ટરનલ લવર’ ગણાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે કંગના અને રીતિકની વચ્ચે વિવાદ ત્યારથી શરૂ થયો, જ્યારે રીતિકે એક ઈન્ટરવ્યૂમાં કંગનાને ‘સિલી એક્સ’ કહીં દીધુ હતુ.
૨૯ પેજની આ ફરિયાદમાં બર્થ-ડે પાર્ટીથી લઈને રીતિક અને કંગનાની રિલેશનશિપ વિષે લખવામાં આવ્યું છે. ફરિયાદ કરવામાં આવી છે કે, રીતિકે કંગનાના બધા મેલને ઈગ્નોર કર્યા હતા. તેની સાથે જે તેણે કંગના પર ભદ્દા મેલ મોકલવાનો આરોપ લગાવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા માનવામાં આવી રહ્યું હતું કે આ ઝઘડો ખત્તમ થઈ ગયો છે, પરંતુ મુંબઈ પોલીસે કન્ફર્મ કર્યુ છે કે કેસ હજી સુધી પૂરો નથી થયો.