બોલીવૂડ સ્ટાર્સના દામાદ એટલે કે જમાઇ રાજા પણ અભિનેતા કે ડાયરેકટર હોય તેવા ઘણા કિસ્સા જોવા મળે છે. આમાંથી કોઇ હીટ છે તો કોઇ ફલોપ છે.
બોલીવૂડના ફેવરીટ દામાદની યાદીમાં સૌથી પ્રથમ ક્રમે અક્ષયકુમાર છે. અકકી ઉર્ફે અક્ષય (સ્વ.) રાજેશખન્ના અને ડિમ્પલ કાપડીયાની પુત્રી ટિવન્કલ (ટિના) ને પરણ્યો છે. અક્ષય અને ટિવન્કલ બે બાળકો પુત્ર આરવ અને પુત્રી નિતારાના છે.
આ યાદીમાં બીજો ક્રમ બોલીવુડના સિંઘમ અજય દેવગનનો છે. અજય તે પીઢ અભિનેત્રી તનુજાની પુત્રી કાજોલને પરણ્યો છે. તેમને પણ બે સંતાન છે અજય અન કાજોલની ગણના બોલીવૂડના બેસ્ટ કપલ્સમાં થાય છે. કાજોલ અત્યારે તેની પ્રથમ તમિલ ફિલ્મ વી.આઇ.પી.-ર ના પ્રમોશનમા: વ્યસ્ત છે.
ત્યારબાદ અભિનેતા સૈફ અલિ ખાન તે કપૂર ફેમિલીનો દામાદ છે. તેણે બીજા લગ્ન કરીના કપૂર સાથે કર્યા છે. બેબો તરીકે ઓળખાતી કરીના રણધીર કપૂર અને બબીતાની પુત્રી છે. કરીશ્મા કપૂર (સગી) અને રણબીર કપુરની (પિતરાઇ) બહેન છે. સૈફ સાથે લગ્ન કરતા પૂર્વે કરીનાને ઔપચારિક તૌર પર ઇસ્લામ ધર્મ અંગિકાર કર્યો છે. જો કે, કરીનાના સાસુ મા પીઢ અભિનેત્રી શર્મિલા ટાગોર હિન્દુ (બંગાળી છે.)
આ સિવાય, સ્ટાર્સ દામાદની યાદીમાં કુમાર ગૌરવનું નામ પણ મુખ્ય છે. તેની ફિલ્મી કારકીર્દી ભલે અમુક ફિલ્મો સુધી જ સીમિત રહી પરંતુ તે (સ્વ.) સુનીલ દત્તની પુત્રી નમ્રતાને પરણ્યો છે. એટલે તેના માન-પાન વધી ગયા જો કે, તે બોલીવૂડ મીસ્ટર જયુબીલી કુમાર (સ્વ.) રાજેન્દ્રકુમારનો પુત્ર છે. ગુજરાતી કહેવત દિવા તળે અંધારુ મુજબ રાજેન્દ્રકુમારની ફિલ્મો સિલ્વર જયુબિલી વીક ઉજવણી જયારે તેમનો પુત્ર કુમાર ગૌરવ નામના કાઢી શકયો નથી. સંજય દત્ત તે કુમાર ગૌરવનો સાળો છે.
દક્ષિણના મેગા સ્ટાર રજનીકાન્તનો જમાઇ ધનુષ ફિલ્મ રાંજણા (સોનમ કપુર)થી બોલીવુડમાં પ્રવેશ્યો છે તેની આ ફિલ્મી હીટ રહી હતી. દક્ષિણ ભારતીય ફિલ્મોમાં પણ ધનુષ એક સફળ સ્ટાર છે. તે રજનીની પુત્રીને પરણ્યો છે. તેની આગામી તમિલ ફિલ્મ વી.આઇ.પી.-ર માઁ કાજોલ હીરોઇન છે.