પુજારા યુથ ફિએસ્ટામાં સાંજે હોલીવુડના એવોર્ડ વિનિંગ ફિલ્મ ડિરેકટર સોહન રોયનું ‘૨૦૫૦માં એન્ટરટેઈનમેન્ટ ક્ષેત્ર કેવુ હશે’ વિષય પર સેશન યોજાશે
પુજારા યુથ ફીએસ્ટામાં આજે સાંજે ૬:૩૦ થી ૭:૩૦ સુધી હોલીવુડનાં એવોર્ડ વિનિંગ ફિલ્મ ડિરેકટર અને એરીસ ગ્રુપ ઓફ કંપનીનાં સીઈઓ સોહન રોય દ્વારા ૨૦૫૦માં એન્ટરટેઈન્મેન્ટ ક્ષેત્ર કેવું હશે તે વિષય પર એકસપર્ટ સેશન યોજાશે. આ સેશનની વધુ વિગત આપવા જીનીયસ એજયુકેશન કોર્ડિનેટર શ્રીકાન્ત તન્ના, પરીશભાઈ જોષી, સોહન રોય અને ઈન્ડીવુડ ફિલ્મ કાર્નિવાલના: મિ.એન્સને અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
હોલીવુડનાં એવોર્ડ વિનિંગ ફિલ્મ ડિરેકટર સોહન રોયે જણાવ્યું કે, ટેકનોલોજી દર પાંચ વર્ષે બદલે છે માટે સમય સાથે આગળ વધવું જ‚રી છે. આપણી શિક્ષણ પઘ્ધતિને બદલવાની જ‚ર છે. તેને વધુ અસરકારક અને પ્રેકટીકલ બનાવવી જોઈએ. જયારે બાળકો ભણતર મેળવે છે ત્યારે તેને સમજે તેનું વર્ણન કરી શકે તેમજ વિદ્યાર્થીને ગળે ઉતર્યું કહેવાય. ફિલ્મો રસપ્રદ વિષય છે તે આપણને આપોઆપ યાદ રહી જાય છે તેવું શિક્ષણમાં પણ હોવું જોઈએ. બની શકે છે કે ભવિષ્યમાં એવું બટન બને કે જે દબાવવાથી એક વ્યકિતના મગજના વિચારો બીજા વ્યકિતમાં આવી જાય.
વધુમાં તેઓએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ વિશે જણાવ્યું કે હાલ અમે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને આવનારા પાંચ વર્ષોમાં અલગ રીતે ઈનવેન્ટ કરવા માંગીએ છીએ અત્યારે હોલીવુડના ફિલ્મો ભારતમાં ટુ કેમાં દેખાય છે. કારણકે ભારતમાં એવી સ્ક્રીન નથી. હવે અમે ફોર કેમાં પરિવર્તીત કરી રહ્યા છીએ. પહેલા તબકકામાં લોકો વધુ સારી કવોલીટીમાં ફિલ્મો જોઈ શકે તેના પ્રયત્નો અમે કરી રહ્યા છીએ. અમે ફોર્મેટ બદલી રહ્યા છીએ એમ શિક્ષણપણ રસપ્રદ હોવું જોઈએ. કારણકે બાળકોને સજા નથી આપવાની પણ એવું ભણતર આપવું છે કે તેમને જીવનભર કામ આવે.
હું જયારે કામ કરતો ત્યારે મેં કયારેય ઘડિયાળમાં જોયુ નથી. બસ હું સતત કામ કરુ છું. માટે જ હું લોકોને કંઈક અલગ આપી શકુ છું. ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રી જો કંઈક નવું નહીં કરે તો તેનું પતન થઈ જશે. જે રીતે ચાઈનાનો માર્કેટનો કબજો વધી રહ્યો છે. ભારતે પોતાના માર્કેટનું અસ્તિત્વ જણાવવું જ પડશે. હાલ ભારતમાં પણ ધીમે ધીમે હોલીવુડ કક્ષાની ફિલ્મો બની રહી છે. આ સાથે ટેકનોલોજી મામલે પણ ભારત આવી ગયું છે. હાલ ભારત પણ હોલીવુડની જેમ વિશ્ર્વ ફલક પર ઉભુ રહેવા માટે તૈયાર હોય તેવું લાગી રહ્યું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com