બોલિવૂડ માં હોરર ફિલ્મોની શરૂઆત કરનાર ડાયરેકટર તુલસી રામસે શુક્રવાર ના રોજ મુંબઈમાં નિધન પામ્યા તે 77 વર્ષના હતા, તેમણે 70 થી 80 ના દાયકા માં દો ગજ જમીન કે નીચે , દરવાજા , પુરાના મંદિર વગેરે જેવી હોરર ફિલ્મોનું ડાયરેક્શન કર્યું હતું. બોલીવુડમાં હોરર ફિલ્મો શરૂ કરવા માટે તુલસી રામસે અને તેમના પરિવારને ક્રેડિટ મળી છે. તેમના પિતા અને સાત ભાઈઓ હોરર ફિલ્મો બનાવવા માટે જાણીતા છે.
તેમની પરિવારિક જાણકારી અનુસાર તુલસી રામસે ને છાતીમાં દર્દના લીધે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ હોસ્પીટલમાં કહ્યું કે તે મૃત્યુ પામ્યા છે તેઓ 7 ભાઈઓ હતા અને આ સાતભાઈઓ ફિલ્મોનું કામ સાંભળતા હતા જેના લીધે તેમની ફિલ્મો પ્રખ્યાત થાય છે . તેઓને હોરર ફિલ્મો ને રામસે બ્રધર્સની ફિલ્મો પણ કહેવામા આવે છે .