હિન્દી આપની રાષ્ટ્રભાષા છે. બોલિવૂડમાં આમ મોટા ભાગની ફિલ્મ હોલિવૂડની ફિલ્મ પરથી બનાવમાં આવે છે. પરંતુ બોલિવુડના ઘણા એવા ફિલ્મ મેકર છે જેને આપની હિન્દી ભાષાનું મહત્વ આપતી ફિલ્મો બનાવી છે. જે ફિલ્મો હિટ પણ રહી છે. તો ચાલો જાણીએ આવી ફિલ્મો વિશે..
1- હિન્દી મીડિયમ
19 મૈ 2017ના દિવસે રીલીઝ થયેલી ફિલ્મ હિન્દી મીડિયમ એ ફિલ્મોમાં સમિલ છે જે સુપરહિટ થઈ છે. ફિલ્મમાં હિન્દી મીડિયમને લઈને શિક્ષા વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યો હતો. ફિલ્મમાં ઇરફાન ખાન આમિર હોય છે પરંતુ ઇંગ્લિશ બોલવામાં ગરીબ. એટલા માટે ઇમરાન ઇચ્છતા હોય છે કે તેમની પુત્રી દિલ્લી શહેરમાં મશહૂર ઇંગ્લિશ સ્કૂલમાં ભણે. પોતાની પુત્રીને આ સ્કૂલમાં એડમિશન મેળવવા માટે તેમણે કેટલી મુશ્કેલી પડે છે તેના વિષે આ ફિલ્મમાં દર્શવામાં આવ્યું છે.
2 – ઇંગ્લિશ વીંગ્લિશ
આ ફિલ્મમાં મુખ્ય કિરદાર શ્રીદેવીએ નિભવ્યો હતો. ફિલ્મમાં શ્રી દેવીને ઇંગ્લિશ આવડતું ન હોવાથી હમેશા તેમણે પોતાના પતિ અને છોકરા પાસે થી સંભાળવું પડતું હતું. એક લગ્નના લીધે તેમણે ન્યુયોર્ક જવું પડે છે. ત્યાર બાદ તે ઇંગ્લિશ શીખવા માટે તે ઇંગ્લિશ સ્પીકિંગ ક્લાસ જોઇન કરે છે. ઇંગ્લિશ સિખી લીધા પછી શ્રી દેવીને ખબર પડે છે હિંદુસ્તાનમા એમ જ ઇંગ્લિસ ને રાઈનો પહાડ બનાવમાં આવે છે.
3-નમસ્તે લંડન
ફિલ્મમાં અક્ષય કુમાર પોતાનો પ્યાર અને પોતાની પત્ની ને પાછી મેળવવા માટે લંડન આવે છે. જ્યારે પણ અક્ષયે ફિલ્મમાં ભારત અને હિન્દી ભાષાનો પ્રચાર કરે છે. ફિલમમાં અક્ષયની એ સ્પીચ કેવી રીતે ભૂલાય જેને અંગ્રેજોને મુહ તોડ જવાબ આપ્યો હતો.